મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ફીનાઇલ પીવાની કોશિશ કરતાં યુવાનને આંખ-નાકમાં ફિનાઇલ જતાં સારવારમાં


SHARE









મોરબીમાં ફીનાઇલ પીવાની કોશિશ કરતાં યુવાનને આંખ-નાકમાં ફિનાઇલ જતાં સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને વજેપર વિસ્તારમાં ફીનાઇલ પીવાની કોશિશ કરી હતી ત્યારે ફિનાઈલ તેની આંખ અને નાકમાં જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવી મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા બસીર ગફુરભાઈ મોવર (28) નામના યુવાને વજેપર વિસ્તારમાં હતો ત્યારે ત્યાં ફિનાઈલ પીવાની કોશિશ કરી હતી ત્યારે ફીનાઇલ તેની આંખમાં અને નાકમાં જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળી કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં રહેતા પ્રફુલભાઈ ઈશ્વરભાઈ વિરમગામા (43) યુનિટમાંથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે પીપળી રોડ ઉપર બેલા નજીક સીએનજીના પંપ પાસે બોલેરોના ચાલકે તેઓને હડફેટે લીધા હતા. જેથી તેને ઈજા થવાના કારણે ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી




Latest News