વાંકાનેરના ધારાસભ્યએ પણ તંત્રએ ઊભી કરેલ વ્યવસ્થામાં સહકાર આપ્યો પણ આ બંને આયોજકોએ સહકાર આપેલ નથી: ડીવાયએસપી મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: જિલ્લામાં પથિક સોફટવેરમાં હોટલ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી મોરબી: ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે: મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરો મોરબી જિલ્લા વહિવટીતંત્રનું સંવેદનશીલ પગલું; લોકહિતાર્થે દર અઠવાડીએ જિલ્લાકક્ષાના અધિકારીઓ કરશે ગામડાઓની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં હાથ ઉછીના રૂપિયા આપવાની ના કહેતા વૃદ્ધને છરી મારનાર આરોપી જેલ હવાલે


SHARE











મોરબીમાં હાથ ઉછીના રૂપિયા આપવાની ના કહેતા વૃદ્ધને છરી મારનાર આરોપી જેલ હવાલે

મોરબીના ભડીયાદ નજીક રહેતા અને ચોકીદાર તરીકે કામ કરતા વૃદ્ધ પોતાની નોકરી પૂરી કરીને પગપાળા પોતાના ઘર તરફ પાછા જઈ રહ્યા હતા. ત્યારે તે વિસ્તારમાં રહેતા એક શખ્સે તેની પાસેથી હાથ ઉછીના રૂપિયા માંગ્યા હતા. જે વૃદ્ધે આપવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલ શખ્સે ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ત્યારબાદ છરીનો જમણા પડખાના ભાગમાં વૃદ્ધને ઘા માર્યો હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ કાંટા પાસે જંગલેશ્વર મહાદેવ મંદિર સામે રહેતા અને ચોકીદાર તરીકે કામ કરતા દેવજીભાઈ છગનભાઈ પરમાર જાતે અનુ. જાતિ (65) એ પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા સામે બી ડિવિઝ્ન્મ ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કેતેઓ પોતાની ચોકીદાર તરીકેની નોકરી પૂરી કરીને પગપાળા ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપી તેને સામે મળ્યો હતો અને તેણે ફરિયાદી વૃદ્ધ પાસેથી હાથ ઉછીના રૂપિયા માંગ્યા હતા જોકેફરિયાદીએ રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ ઉશકેરાઈ જઈને ફરિયાદીને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ત્યાર બાદ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરીને વૃદ્ધને જમણા પડખાના ભાગે છરીનો ઘા માર્યો હતો. જે બનાવ સંદર્ભે વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતના ગુનામાં આરોપી પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા જાતે કોળી (36) રહે. ભડીયાદ રામાપીરના ઢોરે મોરબી વાળાની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ છે.

ઘૂટું એટ્રોસીટીના ગુનામાં આરોપી સામે કાર્યવાહી

મોરબીના ઘૂટું ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા દેવજીભાઈ માલાભાઈ વોરા જાતે અનુ. જાતિ (60)એ હાલમાં કિશનભાઇ વિનુભાઈ કોળી સામે ફરિયાદ કરી હતી કે, ફરિયાદી તથા સાહેદ ગીતાબેન પોતાના ઘરે હતા ત્યારે તેના બંને દીકરાઓ એકબીજા સાથે બોલાચાલી કરી રહ્યા હતી જે આરોપીને સારું નહીં લાગતા તે લાકડાનો ધોકો લઈને તેના ઘરે આવ્યા હતા અને તમે કેમ ગાળો બોલો છો તેમ કહીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને આરોપીએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને ડાબા હાથના બાવળાના ભાગે માર માર્યો હતો તથા ડાબી આંખની પાસે મૂઢ ઇજા કરી હતી અને સાહેદ ગીતાબેનને ધક્કો મારીને નીચે પાડી દેતા તેને નાકના ભાગે ફેકચર જેવી ઇજા થઈ હતી. જે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એટ્રોસિટીના ગુનામાં આરોપી કિશોર ઉર્ફે કિશનભાઇ વિનુભાઈ અગામા જાતે કોળી (29) રહે. પટેલ વાસ ઘૂટું વાળાને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News