મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાનને માર મારનાર બે શખ્સની ધરપકડ


SHARE









મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાનને માર મારનાર બે શખ્સની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર વિસ્તારમાં રહેતા યુવાનને “તું અમારી પોલીસને બાતમી આપે છે” તેવું કહીને લાકડી વડે બે શખ્સોએ માર માર્યો હતો. અને ફોન ઉપર ધમકી પણ આપી હતી જેથી યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી નં-2 માં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે માવજીભાઈ પરબતભાઈ ડાંગર જાતે આહિર (40) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાગર ચાવડા અને રાજદીપ મિયાત્રા રહે. બંને યમુનાનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, બંને આરોપીઓએ તેમની પાસે આવીને “તું અમારી પોલીસને બાતમી આપે છે” તેવું કહીને તેને લાકડી વડે હાથે અને પગે માર માર્યો હતો જેથી ફરિયાદીને ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને ફરિયાદીને ફોન કરીને ધમકી પણ આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સાગર ધીરૂભાઈ ચાવડા જાતે આહિર (28) અને રાજદીપ ઉર્ફે છોટીયો જશાભાઈ મિયાત્રા જાતે આહીર (23) રહે. બંને હાલ યમુનાનગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News