મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાનને માર મારનાર બે શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાનને માર મારનાર બે શખ્સની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર વિસ્તારમાં રહેતા યુવાનને “તું અમારી પોલીસને બાતમી આપે છે” તેવું કહીને લાકડી વડે બે શખ્સોએ માર માર્યો હતો. અને ફોન ઉપર ધમકી પણ આપી હતી જેથી યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી નં-2 માં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે માવજીભાઈ પરબતભાઈ ડાંગર જાતે આહિર (40) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાગર ચાવડા અને રાજદીપ મિયાત્રા રહે. બંને યમુનાનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેબંને આરોપીઓએ તેમની પાસે આવીને “તું અમારી પોલીસને બાતમી આપે છે” તેવું કહીને તેને લાકડી વડે હાથે અને પગે માર માર્યો હતો જેથી ફરિયાદીને ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને ફરિયાદીને ફોન કરીને ધમકી પણ આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સાગર ધીરૂભાઈ ચાવડા જાતે આહિર (28) અને રાજદીપ ઉર્ફે છોટીયો જશાભાઈ મિયાત્રા જાતે આહીર (23) રહે. બંને હાલ યમુનાનગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News