મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં અપહરણ-દુષ્કર્મ કેશમાં નીર્દોષ છુટકારો


SHARE









મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં અપહરણ-દુષ્કર્મ કેશમાં નીર્દોષ છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ૨ોપી સતીષે લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગી૨ વયની છે તેવુ જાણવા છતા ફરીયાદીની સગીરવયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.તેવી હળવદ પોલીસમાં ફરીયાદ કરવામાં આવેલ હતી.આ ફરીયાદના કામે પોલીસે આરોપી તરીકે સતીષભાઈ ધુડાભાઈ ઝંઝુવાડીયાની ધરપકડ કરી હતી.

આ કામના આરોપી વતી મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી જીતેનભાઈ ડી. અગેચાણીયા રોકાયેલ હતા.આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગ બનનાર, ભોગ બનનારના માતા-પિતા તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ દલીલ-પુરાવાના અંતે આરોપીના વકીલ દ્રારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદીએ આરોપીને ગંભી૨ પ્રકા૨ના ગુનામાં સંડોવી દઈ ખોટી ફ૨ીયાદ કરેલ છે.આરોપી તદન નીર્દોષ છે.જયારે બચાવ પક્ષે આ૨ોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ.કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ.જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફ૨ીયાદી પક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તેમ કરવામાં તેઓ સંપુર્ણ નીષ્ફળ રહેલ છે.જેથી આરોપીને સજા ન કરી શકાય.તમામ દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દ્વા૨ા આ કામના આરોપી સતિષને ભારતીય દંડ સંહીતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) આઈ, ૧૧૪ તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૩(એ), ૪, ૬, ૧૭ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ક૨વામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી જાણીતા એડવોકેટ જીતેન અગેચાણીયા, દિલીપભાઈ અગેચાણીયા, જે.ડી.સોલંકી, રિવ ડી.ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા રોકાયેલા હતા.




Latest News