મોરબીના ગોર ખીજડીયા પાસે કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી: પાંચની ધરપકડ હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબીના નવયુગ સંકુલ ખાતે સિલ્વર જ્યુબીલીની શાનદાર ઉજવણી કરાશે મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં શરદપૂર્ણિમા મહોત્સવ યોજાયો મોરબી પાલિકામાં 45 (ડી) હેઠળ કરેલ કામગિરિની માહિતી પાલિકા ન આપે તો કોંગ્રેસના ધરણા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ, યજ્ઞ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો


SHARE













ટંકારા તાલુકાના કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગયજ્ઞ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ટંકારા તાલુકાના કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસા દ્વારા ચાલી રહેલ GSYB   નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ પર યોગયજ્ઞ અને વૃક્ષા રોપણ કાર્યક્રમનો ત્રીવેણી સંગમ જોવા મળેલ છે જેમાં અતિથી વિશેષ તરીકે ટંકારા તાલુકાના પીએસઆઈ એમ.જે. ધાધલ હાજર રહ્યા હતા અને તાલીમાર્થીઓને યોગ કરીને પ્રેક્ટીકલ નૌલી ક્રિયામયુરચાલ મયૂરઆસન જેવા કઠિન આસન કરીને બતાવ્યા હતા. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણના વૃક્ષોની વ્યવસ્થા યોગ તાલીમાર્થી   ફિરોજખાન પઠાણ (પોલીસકર્મી)એ કરી હતી. આ યોગ તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ  અતંર્ગત  નિઃશુલ્ક બે મહિના સુધી આપવામાં આવી રહેલ છે. યોગ વર્ગમાં તાલીમ લઈ રહેલ યોગ ટ્રેનર તાલિમ બાદ નિઃશુલ્ક યોગ વર્ગ ખોલશે અને લોકોને સ્વસ્થ  સારું સ્વાસ્થ્ય પ્રદાન કરશે અને કક્ષા લેનારને યોગ બોર્ડ દ્વારા માનદ વેતન મળવા પાત્ર હોઈ છે ગુજરાતમાં હાલ ૧ લાખ યોગ ટ્રેનર યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીની આગેવાની દ્વારા  તાલીમ પૂર્ણ કરી ચૂક્યા છે જેમનું લક્ષ્ય ગુજરાતને યોગમય બનાવવાનો છે.




Latest News