અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી દ્વારા પાંચ દીકરીઓને વિદ્યાર્થી રત્ન-લુહાર જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત


SHARE









મોરબી સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી દ્વારા પાંચ દીકરીઓને વિદ્યાર્થી રત્ન-લુહાર જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત

મોરબીની શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા ખાતે સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય-સિંહસ્થ સેના" તથા સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ દ્વારા લુહાર સમાજના કૉલેજ અને માસ્ટર ડિગ્રીમાં અવ્વલ આવેલ મોરબી જિલ્લાની પાંચ દીકરીઓને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન તેમજ લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો જેમાં મોરબીનાં લુહાર વાસુદેવભાઈ રમણીકભાઈ રાઠોડની બંને દીકરીઓ ધારિણી રાઠોડ CA સેમ 4 માં ઉતીર્ણ થઈ CA ની પદવી મેળવી ચૂકી છે તેમને લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો જ્યારે વિધિ રાઠોડ CA સેમ 3 માં મોરબી જિલ્લામાં સેકન્ડ ગ્રેડ સાથે ઉતીર્ણ થઈ હતી જેમને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન  એવોર્ડ એનાયત કરાયો હતો. જ્યારે મેડીકલ સાયન્સમાં જિલ્લામાં ફસ્ટ રેન્ક લાવનાર શિતલ દિપકભાઈ પિત્રોડાને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન એવોર્ડ, જાનવી વિનોદભાઈ પિત્રોડા MBA સેમ 4 ઉતીર્ણ થતાં લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ તેમજ પ્રિયા રામજીભાઈ કવૈયા LLM સેમ 4 ઉતીર્ણ થઈને એડવોકેટની પદવી મેળવતા લુહાર જ્ઞાતિ ગૌરવશાલી પ્રતિભા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.




Latest News