મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરી કરેલ બાઇક સાથે પોલીસે આરોપીને પકડ્યો


SHARE













મોરબીમાંથી ચોરી કરેલ બાઇક સાથે પોલીસે આરોપીને પકડ્યો

મોરબીમાં એસબીઆઇ બેન્કની સામે આવેલ ત્રિકોણબાગના પાર્કિંગમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવેલ હતું જેથી 50 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરીની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ચોરાઉ બાઈકની સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવા સાદુળકા ગામે રહેતા પરેશ બાબુલાલ પરેચા (25) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને જણાવ્યુ હતુ કેમોરબીમાં પરાબજાર પાસે આવેલ એસબીઆઇ બેન્કની સામેના ભાગમાં ત્રિકોણબાગના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એએ 4177 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે. જેથી 50 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાન દ્વારા મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાનમાં એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને તેઓ વાવડી ચોકડી પાસે હતા ત્યારે આગળ પાછળ નંબર પ્લેટ વગરના બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં એક શખ્સ મળી આવ્યો હતો જેથી તેનું નામ પૂછવામાં આવતા તેને પોતાનું નામ હનીફ કાસમ સંઘવાણી જાતે મિયાણા (30) રહે. સંધવાણી શેરી માળિયા મીયાણા હાલ. સામાકાંઠે માળિયા ફાટક પાસે વાળા હોવાનુ સામે આવ્યું હતું અને તેની પાસે બાઈકના કાગળ હતા નહી. જેથી બાઈકના એન્જિન અને ચેસીસ નંબર આધારે પોકેટ કોપ એપ્લિકેશન વડે ચેક કરતાં તે બાઇક મોરબીના ત્રિકોણબાગમાંથી ચોરી થયું હોવાનું સામે આવ્યું હતું જેથી ચોરાઉ બાઈકની સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને અન્ય કોઈ ગુનામાં તે સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. અને આગળની તપાસ અશ્વિનભાઈ ઝાપડિયા કરી રહ્યા છે.

મારામારીમા ઈજા

મોરબીના સનાળા રોડ દલવાડી સર્કલ પાસે રહેતા સુમનબેન રાકેશભાઈ કોરડીયા નામની 25 વર્ષની મહિલાને સનાળા રોડ નજીક દલવાડી સર્કલ પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને રાત્રિના 11:00 વાગ્યે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી.






Latest News