મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી એલસીબીની ટીમે બહાદુરગઢના પાટીયા પાસેથી કેમિકલ ચોરી કરતા ચારને દબોચ્યા: 64.82 લાખનો મુદ્દામાલ જપ્ત 


SHARE







મોરબી એલસીબીની ટીમે બહાદુરગઢના પાટીયા પાસેથી કેમિકલ ચોરી કરતા ચારને દબોચ્યા: 64.82 લાખનો મુદ્દામાલ જપ્ત 

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ હોટલ તરફ જવાના રસ્તે સિરામિક યુનિટના પાછળના ભાગે મેદાનમાં રેડ કરી હતી. ત્યારે બે ટેન્કરમાંથી અન્ય વાહનમાં કેમિકલ કાઢતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે વાહનોમાંથી કેમિકલ કાઢવામાં આવતું હોય હાલ સ્થળ ઉપરથી ચાર શખ્સોને પકડ્યા હતા અને તેઓ પાસેથી ત્રણ વાહનો, મોબાઇલ, કેમિકલનો જથ્થો વગેરે મળીને 64,82,750 નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરીને તાલુકા પોલીસને સોંપી આપેલ છે હવે આગળની તપાસ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમી આધારે તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા પાસે શેર પંજાબ હોટલ નજીક કેરોલી એલએલપી યુનિટની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં રેડ કરી હતી ત્યારે ટેન્કરમાંથી કેમિકલ કાઢતા હતા તેવું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી ટેન્કર વાહન નંબર એમએચ 46 બીબી 6987 તેના ડ્રાઇવર મહેતાબખાન મહંમદગુલશન ખાન (33) રહે. ઉત્તરપ્રદેશના કબજામાંથી રૂપિયા 15 લાખની કિંમતનું ઉપરોક્ત ટેન્કર કે જેમાં ફીનોલ નામનું પ્રવાહી કેમિકલ 24,600 લીટર જેની કિંમત રૂપિયા 14,76,000 તથા અન્ય એક ટેન્કર નંબર એમએચ 46 બીબી 7140 ના ચાલક અબ્દુલકમાલખાન જમાલુદ્દીનખાન (38) રહે. ઉત્તરપ્રદેશ વાળાનું ઉપરોક્ત નંબરનું વાહન ટેન્કર કિંમત રૂપિયા 15 લાખ જેમાં ભરેલ ફીનોલ 24,600 લિટર જેની કિંમત રૂપિયા 14,76,000 થયે છે.

આ બંને ટેન્કરના ઉપરના ઢાંકણાઓ ખોલીને પાઇપ અને પંપ વડે ત્રીજા અન્ય ટાટા યોદ્ધા વાહન નંબર જીજે 36 વી 8652 ના પાછળના ઠાંઠામાં રાખવામાં આવેલા બે બસો લીટરના પતરાના બેરલમાં કેમિકલ ભરેલ હોય તથા બે અન્ય બેરલ તથા નાના કેરબાઓ ખાલી જોવા મળેલ હતા. જેથી રૂપિયા પાંચ લાખની કિંમતનું ઉપરોક્ત વાહન અને તેની સાથે સ્થળ ઉપરથી કૌશિક વજુભા હુંબલ (27) રહે. રામપર મોરબી અને હરેશ સાદુર હુંબલ (32) રહે. કુબેરનગર નવલખી રોડ મોરબી વાળાઓ મળી આવતા હાલ સ્થળ ઉપરથી રૂપિયા 35 લાખની કિંમતના ત્રણ વાહન અને 29.52 લાખનું કેમિકલ, તેમજ મોબાઇલ મળીને કુલ 64,82,750 નો મુદામાલ સ્થળ ઉપરથી કબ્જે કરવામાં આવેલ છે. તમામ મુદ્દામાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. અને હવે આગળની તપાસ તાલુકા પીએસઆઇ બી.એમ.બગડાને સોંપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, મોરબીના હાઇવે વિસ્તારોમાં આવેલ હોટલો તથા અન્ય જગ્યાઓમાં સમયાંતરે આ પ્રકારે વાહનોમાંથી કેમિકલ, ડીઝલ, ગેસ સહિતની અન્ય વસ્તુઓની ચોરી થતી હોવાનું સામે આવ્યું છે.






Latest News