મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીના પ્રમુખ પદ માટેના ડખ્ખોમાં મારામારી થતા બેને ઈજા, રાયોટિંગનો ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીના પ્રમુખ પદ માટેના ડખ્ખોમાં મારામારી થતા બેને ઈજા, રાયોટિંગનો ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ સહકારી મંડળીમાં ચૂંટણી બાદ ગઇકાલે પ્રથમ બેઠક રાખવામાં આવી હતી જેમાં પ્રમુખની વરણી કરવાની હતી અને તે બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી, ઝઘડો અને મારામારી થઈ હતી. જેમાં ઇજા પામેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને માર મારનારા શખ્સોની ગાડી ત્યાં પડી હોય ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓના લોકોએ કારને સળગાવી નાખી હતી. આ બનાવમાં ઇજા પામેલા યુવાને કુલ મળીને આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલા છે જેના આધારે પોલીસે મારા મારી અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ સહકારી મંડળીની થોડા સમય પહેલા ચૂંટણી યોજાઈ હતી અને આ સહકારી મંડળીમાં કુલ મળીને 14 સભ્યો છે. અને ગઇકાલે ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે થઈને પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બે પક્ષ સામ સામે આવી ગયા હતા જેથી કરીને બોલાચાલી, ઝઘડો અને મારામારી થઈ હતી અને મારામારીના આ બનાવમાં બે વ્યક્તિઓને ઈજા થઇ હતી જેમાં અશ્વિન ધીરૂભાઈ રાઠોડ કેશુભાઈ ગોવિંદભાઇનો સમાવેશ થયે છે અને તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઇજા પામેલા અશ્વિન ધીરુભાઈ રાઠોડ દ્વારા હાલમાં શિવકુભાઈ દાદભાઈ ખાચર, બાબભાઈ કથુભાઈ કાઠી અને તેની સાથે આવેલ અજાણ્યા 6 શખ્સો આમ કુલ મળીને આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા ધીરુભાઈ વશરામભાઈની મેસરીયા જુથ સેવા અધિકારી મંડળીમા પ્રમુખ તરીકે વરણી થયેલ છે.

ગઇકાલે મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના ચુંટાયેલ સભ્યોની મિટિંગ હતી જેમાં પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી થવાની હતી અને જેમાં તેના પિતા ધીરુભાઈ વશરામભાઈ તેઓના પક્ષે પ્રમુખના ઉમેદવાર હતા તેમજ સામા પક્ષેથી દેવકુભાઈ જગુભાઈ ઘાંઘલ પ્રમુખના ઉમેદવાર હતા. અને બન્ને ઉમેદવારોને ૭-૭ મત મળેલ હતા. જેથી કિર્તીભાઈ રહે. ગારીયા વાળાની નિર્ણાયક મત તરીકે વરણી થયેલ હતી. અને કિર્તીભાઈ તથા મંડળીના બીજા સભ્યો અને ફરિયાદીના પિતા તથા દેવકુભાઈ જગુભાઈ બધા મિટિંગમા હતા. ત્યારે સવારના દસ વાગ્યે તેઓના ગામના શીવકુભાઇ દાદભાઈ ખાચર ગાડી લઈને ત્યાં આવ્યા હતા. અને તેની સાથે કારમા બાબભાઇ કથુભાઈ તથા આપા ઝાલાની જગ્યા વાળા જાવલીદાસ મારાજ હતા. અને બીજી બે ગાડીમાં નવ શખ્સો ત્યાં આવ્યા હતા. ત્યાર બાદ શીવકુભાઈએ ફોન કરીને કિર્તીભાઇને બહાર બોલાવેલ હતા. જેથી ફરિયાદી અને તેની સાથે તેઓના ગામના કેસાભાઈ ત્યાં ગયા હતા અને કિર્તીભાઇને શીવકુભાઈ તેમની સાથે ન લઇ જાય તે માટે તેને પાછા ઓફિસ તરફ લઇ જતા હતા.

ત્યારે શીવકુભાઇના કહેવાથી બોલેરોમાથી અજાણ્યા માણસો આવ્યા હતા જેના હાથમાં છરી તથા પાઈપ હતા અને ફરિયાદી અને કેશાભાઈ ઉપર હુમલો કર્યો હતો જેમાં ફરિયાદીને માથામાં અને ડાબા હાથમા છરી લાગી હતી તેમજ કેસાભાઈને માથામા પાઈપનો ઘા માર્યો હતો. તેવામા ફરિયાદીનો ભાઈ વનરાજભાઈ તથા ઉસ્માનભાઈ આહમદભાઇ રહે. મેસરીયા વાળા આવી ગયેલ હતા જેથી શીવકુભાઈ અને બાબભાઇ તેમજ તેની સાથે આવેલા શખ્સો ત્યાંથી ભાગી ગયેલ હતા. ત્યાર બાદ ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે વાકાનેર અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા. ત્યાં સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધેવાલ ફરિયાદ આધારે પોલીસે કુલ મળીને આઠ શખ્સોની સામે હાલમાં રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News