માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના વિદ્યાર્થીનું વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું સાકાર કરતી ગુજરાત સરકાર


SHARE

















મોરબીના વિદ્યાર્થીનું વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું સાકાર કરતી ગુજરાત સરકાર

ગુજરાત રાજ્યમાં  વસતા દરેક વર્ગના લોકોને વિકાસનો લાભ મળે એવા કલ્યાણકારી સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે સાથે સાથે વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકારે સતત પ્રયત્નશીલ રહી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. અનુસૂચિત જાતિના કલ્યાણ તથા સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, આવાસ રોજગાર લક્ષી સહાય અને સબસીડી, વીજ જોડાણ, સિંચાઈ વગેરે મળીને તમામ પ્રકારની સાધન સહાય અને સગવડો આપીને સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે. અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને સ્નાતક પછીના અભ્યાસક્રમ માટે વિદેશ અભ્યાસ કરી પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે ડૉ. બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના અમલી બનાવી છે.

આ યોજના થકી  વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખની લોન સહાય મેળવનાર મોરબીના હસમુખભાઈ મકવાણા જણાવે છે કે મેં બી.કોમ. સુધી સ્નાતક કક્ષાનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કરેલ છે. મને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા માટેની ઈચ્છા હતી. ત્યારે મારા રિલેટિવ દ્વારા ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન અંગેની માહિતી મળતા મેં તરત જ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી મોરબીની મુલાકાત લીધી હતી. કચેરીના અધિકારી તેમજ કર્મચારીઓ તરફથી ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો. ઉપરાંત યોજના વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

મેં માલટા દેશમાં શહેરની ગ્લોબલ કોલેજ માલટામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રી કોર્સમાં એડમિશન મેળવી એ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન એપ્લિકેશન કરવામાં આવી અરજીમાં માગવામાં આવેલ તમામ સાધનિક કાગળો અપલોડ કરવામાં આવ્યા. મારી અરજી પ્રત્યે જિલ્લા કચેરી તરફથી ઝડપથી કામગીરી કરવામાં આવી અને ગાંધીનગર ખાતેની નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાની કચેરી તરફથી ખૂબ જ ટૂંકા સમયમાં રૂપિયા ૧૫ લાખની લોન મંજૂર કરી રકમ સીધી મારા બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હતી.હાલ હું માલટા શહેરની યુનિવર્સિટી ઓફ ગ્લોબલ કોલેજ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી કોર્સ એમબીએ માં અભ્યાસ કરી રહ્યો છું. સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાના લાભ થકી હું મારું સપનું સાકાર કરી શક્યો છું. ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૨ પછી ડિપ્લોમા સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે અથવા સ્નાતક પછી અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે વિદેશમાં અભ્યાસ માટે મહત્તમ રૂપિયા ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન રાજ્ય સરકાર આપે છે. આ લોન માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જટિલ પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે તે માટે અનેક સુધારાઓ સાથે નવો ઠરાવ પસાર કરીને સરળતા અને સુગમતાનો માર્ગ મોકળો બનાવ્યો છે.




Latest News