મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો


SHARE





મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો

રાજ્યના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દીર્ધાયું માટે શનિવારે શિવ શક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરીહર કામ ખાતે શહેર ભાજપ તથા મિશન નવભારતના આગેવાનો તેમજ મોરબીના નગરજનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી.

મોરબી માળિયા વિસ્તારના લડાયક નેતા અને ધારાસભ્ય તેમજ રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાને અન્નનળીનું કેન્સર ડિટેક્ટ થયા બાદ તેઓની મુંબઈ ખાતે આવેલ કોકીલાબેન અંબાણી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે અને શનિવારે તેઓને કેન્સરનું ઓપરેશન કરવાનું હતું જેથી કરીને મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે મોરબી શહેર ભાજપની ટીમ તેમજ મિશન નવભારતની યુવા ટીમ દ્વારા મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં શિવ શક્તિ યજ્ઞનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેર ભાજપના હોદ્દેદારો તથા મિશન નવ ભારતની ટીમ તેમજ જુદી જુદી એનજીઓ અને કાંતિભાઈ અમૃતિયાના સમર્થકો દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુ માટે ખોખરા હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મુંબઈની હોસ્પિટલ ખાતે કાંતિભાઈ અમૃતિયાનું ઓપરેશન ચાલુ રહ્યું હતું ત્યાં સુધી ખોખરા હનુમાન મંદિરના પટાંગણમાં યજ્ઞશાળા ખાતે શિવ શક્તિ યજ્ઞમાં સહુકોઈ હાજર રહેલા આગેવાનો સહિતના તેઓના પરિવારજનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી

જ્યારે મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીએ કહ્યું હતું કે કાંતિભાઈ અમૃતિયા પહેલા જે રીતે લોક સેવા માટે સતત જાગૃત રહેતા હતા અને દોડતા રહેતા હતા તેવી જ રીતે પુન: લોક સેવામાં દોડી શકે અને સારી રીતે કામ કરી શકે અને તેઓનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે થઈને આ શિવ શક્તિ યજ્ઞ ખોખરા હનુમાનજીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુના આશીર્વાદ અને કૃપા મળે તે માટે થઈને કરવામાં આવ્યો હતો.




Latest News