મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં ઘરમાંથી 34 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ


SHARE













મોરબીના વીસીપરામાં ઘરમાંથી 34 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા શખ્સનાં ઘરે દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂની 34 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળથી કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમે બાતમી આધારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રફીકભાઈ મોવરના મકાનની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 34 બોટલો મળી આવતા પોલીસે 10,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રફિકભાઈ હૈદરભાઈ મોવર રહે. વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સના ઘરમાંથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં હવે આગળની તપાસ કરવી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ભરતભાઈ જીલરિયાને સોંપવામાં આવી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા ગોરધનભાઈ ભવનભાઈ રાઠોડ (71) નામના વૃદ્ધ મોરબીથી દેરાળા ગામ તરફ જતા હતા ત્યારે વનાળીયા ગામ નજીક બાઇક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જેમાં વૃદ્ધને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોઝભાઈ સુમારા દ્વારા કરવામાં આવી છે






Latest News