મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે મચ્છુ-૩ ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત


SHARE













મોરબીના ધરમપુર ગામે મચ્છુ-૩ ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ વિસ્તારમાં રહેતો યુવાન મોરબીના ધરમપુર ગામ પાસે આવેલ જૂની આરટીઓ કચેરી નજીક ગણેશ વિસર્જન માટેની નિયત જગ્યા ખાતે કોઈ કારણોસર ડેમમાં ડૂબી ગયો હતો.જેથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલ બનાવના કારણ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના કંડલા બાયપાસ ઉપર સત્કાર પાર્ટી પ્લોટની સામે આવેલ અંજલી એપાર્ટમેન્ટમાં રહેતો આનંદ નરભેરામભાઈ આદ્રોજા નામનો 34 વર્ષનો યુવાન ઘરેથી કંઈ કહ્યા વગર નીકળ્યો હતો અને બાદમાં તે યુવાનનો મૃતદેહ મોરબીના બાયપાસ ઉપર ધરમપુર ગામની સીમમાં જૂની આરટીઓ કચેરી નજીક મચ્છુ નદીમાંથી મળી આવ્યો હતો.મચ્છુ નદીમાં જ્યાં ગણેશ વિસર્જન માટે જગ્યા નકકી કરવામાં આવે છે તે જગ્યા નજીકથી આનંદ નરભેરામભાઇ આદ્રોજા નામના યુવાનનો નદીમાંથી મૃતદેહ મળી આવતા બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે ખસેડાયો હતો.હાલમાં તાલુકા પોલીસ મથકના એ.એમ. જાપડીયા દ્વારા આ બનાવ આપઘાતનો છેકે અકસ્માતનો..? તે બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

એસિડ પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા મહેન્દ્રભાઈ દેવજીભાઈ ચૌહાણ નામના 27 વર્ષના યુવાને તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધુ હતુ.જેથી અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ મોરબી તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે કયા કારણોસર આ બનાવ બન્યો છે..? તે બાબતે બીટ વિસ્તારના જમાદાર સબળસિંહ સોલંકી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પાવળીયારી નજીક વેગા સિરામીકના લેબર ક્વાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યાસીનભાઈ જબ્બરભાઈ શેખ નામના 30 વર્ષના યુવાનને મોરબીના જેતપર રોડ પાવળિયારી નજીક આવેલ ફીનોલાઈટ સીરામીક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી કરીને તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના વિજયભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.




Latest News