મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

જામનગરના છેતરપિંડીના ગુનાનો આરોપી મોરબીના ટીંબડી ગામ પાસેથી પકડાયો


SHARE







જામનગરના છેતરપિંડીના ગુનાનો આરોપી મોરબીના ટીંબડી ગામ પાસેથી પકડાયો

જામનગર ખાતે નોંધાયેલ છેતરપિંડીના ગુનાની તપાસમાં જામનગર એલસીબીની પેરોલ ફર્લોનો સ્ટાફ બાતમીના આધારે મોરબી આવ્યો હતો અને અહીં મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીકથી વર્ષ-૨૦૧૯ માં ત્યાંના છેતરપીંડીના ગુનાનો આરોપી મળી આવતા હાલ તેને હસ્તગત કરીને તપાસના કામે સાથે લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જામનગર એલસીબીના પેરોલ ફર્લોના સ્કવોડના હેડ કોન્સ્ટેબલ બી.એમ.ડાંગર સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા અને ત્યાં તેમના જામનગર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના નંબર ૪૨/૨૦૧૯ ના છેતરપિંડીના ગુનાનો નાસ્તો ફરતો આરોપી મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ બાલાજી ગોડાઉનમાં હોવાની મળેલ બાતમીના આધારે તેઓ અત્રે આવ્યા હતા અને અહીં સ્ટાફ સાથે ત્યાં સર્ચ કરવામાં આવતા ત્યાંના છેતરપિંડીના ગુનામાં પકડાયા બાદ જામીન મુકત થઇને પેરોલ જમ્પ કરીને ફરાર થયેલ આરોપી લક્ષ્મણ ઉર્ફે મેઘરાજ બઢાભાઈ ગઢવી (૨૮) રહે.રણુજાધામ હુડકો સોસાયટી રાજકોટ વાળો મળી આવ્યો હતો જેથી હાલ તેને હસ્તગત કરીને તપાસના કામે જામનગર લઈ જવામાં આવ્યો હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

કાર ચાલકે હડફેટ લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે રહેતા પરેશભાઈ લાલજીભાઈ વાઘડિયા નામના 42 વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ પાસેથી તે સાયકલ લઈને જતો હતો.ત્યારે પાછળના ભાગેથી કોઈ અજાણી કારના ચાલકે તેને હડફેટે લીધો હતો.જે બનાવમાં તેને ઇજા થતાં હાલ સારવાર માટે ખસેડાયો છે.બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ગામના ખોડીયાર મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા પ્રકાશભાઈ લાલજીભાઈ વાઘેલા નામના 21 વર્ષના યુવાનને ઈજાઓ થવાથી અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.તેમ તાલુકા પોલીસ સ્ટાફે જણાવેલ છે અને સ્ટાફના સબળસિંહ સોલંકી આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News