મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત


SHARE







































મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર નવા બની રહેલા બહુમાળી બાંધકામમાં ઘરના સભ્યોને જમવાનું આપવા માટે બાળક ગયો હતો. ત્યારે લિફ્ટના ગાળામાં અકસ્માતે તેનો પગ લપસતા તે પાંચમા માળેથી નીચે પટકાતા બાળકને કાન, કાનની પાછળ તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક હોસ્પિટલને લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે તે બાળકને ડોક્ટરે જોઈતો તપાસીને મૃત જાહેર કર્યો હતો અને બાદમાં આ  બનાવની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ઉનાળા રોડ ઉપર પલ એવન્યુ એપાર્ટમેન્ટ પાસે ઝૂંપડામાં રહેતા અને મજૂરી કામ કરતા નવલસિંહ જ્ઞાનસિંહ બામણીયા જાતે આદિવાસી (40)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો 16 વર્ષનો દીકરો કરમસિંહ નવલસિંહ બામણીયા જાતે આદિવાસી ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા શરીરરે ઇજાઓ થઈ હોવાથી મોત નીપજ્યું હોવાની જાણ કરી હતી. જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના રવાપર ગામ પાસે એસપી રોડ ઉપર સિલ્વર હાઇટની બાજુમાં ગોલ્ડન હાઈટસએના પાંચમા માળે ઘરના સભ્યો કામ કરતા હતા જેથી તેને જમવાનું આપવા માટે કરમસિંહ ત્યાં આવ્યો હતો. દરમિયાન પાંચમા માળે લિફ્ટના ગાળામાંથી અકસ્માતે પગ લપસતી જતા તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને ડાબા કાન, કાનની પાછળના ભાગમાં તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. અને પછડાટ લાગવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે














Latest News