મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા


SHARE







મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં ચાલી રહેલ વિવિધ વિકાસ કામોયોજનાઓના અમલીકરણ અને અન્ય વહીવટી તંત્રની બાબતો અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે કરવામાં આવેલ કામની પણ સમીક્ષા કરાઇ હતી.

આ બેઠકમાં સચિવએ જિલ્લામાં પડેલ વરસાદ અને થયેલી વાવણીપીવાના તેમજ સિંચાઈના પાણીની સ્થિતિચાંદીપુરા વાઈરસ સબંધિત લેવાયેલા પગલા સહિત આરોગ્ય વિભાગની વિવિધ કામગીરીઆયોજન કચેરી હેઠળના વિકાસ કામ અને જિલ્લામાં ચાલી રહેલા સરકારના મહત્વના પ્રોજક્ટવિકાસ કામો અને યોજનાઓ તેમજ જિલ્લા કરવામાં આવી રહેલા વૃક્ષારોપણ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. અને ડેમના બદલવામાં આવેલા તેમજ સુરક્ષા હેતુ કલર કરવામાં આવેલા દરવાજાચાંદીપુરા વાઈરસ સંદર્ભે હાલ જિલ્લાની સ્થિતિઆરોગ્ય વિભાગ દ્વારા તપાસસારવાર તેમજ સઘન સર્વે અને ડસ્ટીંગ સહિતની કામગીરી, SDG's (ટકાઉ વિકાસ) ના વિવિધ પરિમાણની સમીક્ષા કરી આ પરિમાણમાં મોરબી જિલ્લાની સ્થિતિ વધુ સારી બને તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લામાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટ અને વિકાસ કાર્યો જેવા કે મેડિકલ કોલેજમોરબી-હળવદ અને મોરબી-જેતપર-અણીયારી હાઈવેનવલખી પોર્ટ પરના વિકાસ કાર્યો અને ઓવરબ્રીજ તથા ફ્લાય ઓવર સહિતના કાર્યોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સિંચાઈખેતીવાડીઆરોગ્યઆયોજન સહિત વિવિધ કચેરીઓ દ્વારા પ્રેઝેંન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીજિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિજિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીનાયબ વન સંરક્ષક ચિરાગ અમીનનિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.






Latest News