મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુખ થતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
SHARE
વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુખ થતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્ની સાથે વતનમાં જવાની બાબતે મનદુઃખ થયું હતું અને તે બાબતે તેને લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના સિંધી જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનસાઇન સિરામિક યુનિટ-2 ના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિરાનકુમાર ઉર્ફે વીરુ લાલાભાઇ કોલ (26) નામના યુવાને લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાં ફરજ પરના ડોક્ટર તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. બેરાણી દ્વારા કરવામાં આવી હતી અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને પોતાની પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુઃખ થયું હતું અને તે બાબતે તેને લાગી આવતા તેણે લેબર કવર્ટારમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.