મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી તમંચા સાથે મોરબીના એક શખ્સની ધરપકડ


SHARE











વાંકાનેરમાંથી તમંચા સાથે મોરબીના એક શખ્સની ધરપકડ

વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી કરીને 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને પોલીસે હાલમાં મોરબીના શખ્સની ધરપકડ કરી છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ ધ ગ્રાન્ડ રેસ્ટોરન્ટ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી પ્રકાશ રામજીભાઈ વારનેશિયા (35) રહે. ભડીયાદ કાટે સાયન્સ કોલેજ સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલમાં આર્મ્સ એક્ટ મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા અજય કાંતિલાલ અંદરપા (21) નામનો યુવાન મોરબી તાલુકાના રંગપર ગામ નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં ઇજાગ્રસ્તને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અક્સમાતમાં ઇજા

મોરબી તાલુકાના ગાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા ગણપતભાઈ કનીરામ (31) નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે કામ દરમિયાન ટ્રેક્ટરમાંથી નીચે પડી જતા તેને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

હળવદ તાલુકાના ચરડવા ગામે રહેતો જયેશ રમેશભાઈ ગોસ્વામી (26) નામનો યુવાન બાઈક લઈને આંદરણા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સિરામિક કારખાના નજીક તેનું બાઇક રસ્તા ઉપર સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી.




Latest News