વાંકાનેરમાં અખિલ ભારતીય રાસ શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદન કાર્યક્રમ યોજાયો
વાંકાનેરના તીથવા ગામે વાડીની ઓરડીમાંથી 35 પેટી જેટલો દારૂનો જથ્થો ઝડપાયો
SHARE
વાંકાનેરના તીથવા ગામે વાડીની ઓરડીમાંથી 35 પેટી જેટલો દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી જિલ્લા એસીબની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 35 પેટી જેટલો માલ મળી આવ્યો છે. જોકે આરોપી હાજર મળી આવેલ ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અને આ અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે તીથવા ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારની ઓરડીમાં દારૂમાં જથ્થો હોવાની હકીકત મળી હતી. જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 35 પેટી જેટલો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં સ્થળ ઉપરથી દારૂનો જથ્થો કબજે કર્યો છે અને દારૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી પોલીસ દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે તેવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળે છે
ફિનાઇલ પીધું
મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા ભૂમિકાબેન ઘનશ્યામભાઈ પંડયા (18) નામની યુવતી કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ફીનાઇલ જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
ડીઝલ પી ગયો
માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામ પાસે આવેલ હીરવા નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો જિકતરામ બિહારી (48) નામનો યુવાન રાત્રિના સમયગાળા દરમિયાન ભૂલથી ડીઝલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવે છે.
હાથ ઉપર બ્લેડથી ચેકા માર્યા
મોરબીમાં ગઢની રાંગ પાસે રહેતા અફસાનાબેન ગુલામહુસેન પઠાણ (29) નામની મહિલાએ પોતાના ઘર પાસે પોતાની જાતે કોઈ કારણોસર ડાબા હાથ ઉપર બ્લેડ વડે ચેકા મારી લીધા હતા જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી