વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેર-હળવદના રાયધ્રા ગામે દારૂની બે રેડ: દારૂની નાની-મોટી 92 બોટલ-10 બીયરના ટીન કબજે


SHARE

















વાંકાનેર-હળવદના રાયધ્રા ગામે દારૂની બે રેડ: દારૂની નાની-મોટી 92 બોટલ-10 બીયરના ટીન કબજે

વાંકાનેર નજીક વઘાસીયા ગામ પાસે વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 71 બોટલો મળી આવી છે આવી જ રીતે રાયધ્રા ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂની રેડ કરતા ઘરમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા દારૂના બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વઘાસીયા ગામની સીમમાં રેલવેના પાટા પાસે આવેલ સહદેવસિંહ ઉર્ફે રાણો ની વાડીમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે વાડીમાંથી દારૂની 71 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 26625 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, વાંકાનેર પોલીસ દ્વારા જ્યારે દારૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સહદેવસિંહ ઉર્ફે રાણો રહે. વઘાસીયા તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે તો હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રહેતા રોહિતભાઈ સિણોજીયાના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની 21 બોટલો તેમજ બિયરના 10 ટીન મળી આવ્યા હતા જેથી કરીને કુલ મળીને 3100 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આરોપી રોહિતભાઈ હરજીભાઈ સિણોજીયા જાતે કોળી (25) રહે. રાયધ્રા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News