મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઓપન કરવા કેમ્પ યોજ્યો મોરબીના બેલા ગામ પાસેથી બાઈકની ચોરી કરનાર બેલડી જૂના ઘૂટું રોડેથી પકડાઈ ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા સીસીરોડનું કામ શરૂ કરાયું મોરબી નજીક અગાઉ પકડાયેલ પેટકોક ચોરીના ગુનામાં એલસીબીની ટીમે વધુ બે આરોપીની કરી ધરપકડ: મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર મોરબીની એલ.ઈ.કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા માટે કરાઇ માંગ મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે રવાપર રોડે ચક્કાજામ મોરબીના હિરાસરીના રસ્તે ડિમોલેશન કરવા અને માર્કેટીંગ યાર્ડના શાક માર્કેટમાંથી આવતી વાસ દુર કરવા કલેકટર સમક્ષ લોકોની માંગ મોરબીના ગ્રીનચોક ઉપર રીડિંગ લાઇબ્રેરીને કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લી મુકાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાન્સપોર્ટરની હત્યાના ગુનામાં પકડાયેલ પોલીસ પુત્રની સઘન પૂછપરછ: મૃતક પાસેથી લીધેલા રૂપિયા કયા વાપર્યા તે દિશામાં તપાસ


SHARE

















મોરબીમાં ટ્રાન્સપોર્ટરની હત્યાના ગુનામાં પકડાયેલ પોલીસ પુત્રની સઘન પૂછપરછ: મૃતક પાસેથી લીધેલા રૂપિયા કયા વાપર્યા તે દિશામાં તપાસ

મોરબીમાંથી એક ટ્રાન્સપોર્ટર એક મહિના કરતાં વધુ સમયથી ગુમ હતો જેથી તેના ભાઈએ એક શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી જેથી પોલીસે આ ગુનામાં પોલીસ પુત્રની ધરપકડ કરી હતી અને તે આરોપીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. જેની પૂછપરછ દરમ્યાન તેને જ ગુમ થયેલા ટ્રાન્સપોર્ટરની હત્યા કરી હોવાનું જણાવ્યુ હતું જેથી કરીને પોલીસે આરોપીએ આપેલ માહિતી મુજબ માણેકવાડા ગામ નજીક ખાડો ખોદીને જમીનમાં દાટી દીધેલ ટ્રાન્સપોર્ટર યુવાનની લાશને કબ્જે કરી છે અને લાશ કોહવાય ગયેલ હોવાથી તેને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવી છે અને હાલમાં જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં હવે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ કૈલા(40)એ જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયા રહે. હાલ મોરબી વાળાની સામે તેના નાના ભાઈ જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા (34) ના અપહરણની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતુ. કે તેના ભાઈને મોરબીના ટિંબડી નજીક જે.આર. રોડલાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટ હતો અને તે 20 જૂન 2024 ના બપોરના 2:00 વાગ્યાના અરસામાં મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સતનામ કોમ્પલેક્ષમાં આરોપીની ઓફીસે તેને ઉછીના આપેલા આઠ લાખ રૂપિયા લેવા માટે ગયો હતો અને ત્યાર બાદ તે ગુમ થી ગયેલ હતો.

વધુમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, જીતેન્દ્ર ગજીયાએ તેના ભાઈ જીતેન્દ્રભાઇ કૈલા પાસથી મંડળીનું ધીરાણ ભરવા માટે આઠ લાખ રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ જમીન લેવા માટે સોદાખત કરવાનુ કહી દસ લાખ રૂપિયા લીધેલ હતા અને આરોપીએ ફરિયાદીના ભાઈને ખોટુ સોદાખત બનાવીને તેની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ ગુનામાં પોલીસે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ આયદાનભાઇ ગજીયા જાતે બોરિચા (37) રહે. ભક્તિનગર-1 નાની વાવડી રોડ મોરબી મૂળ રહે. ખાખરાળા વાળાની ધરપકડ કરેલ હતી. અને તે આરોપી હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર છે. તેની આગવી ઢબે પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ જ ગુમ થયેલા જીતેન્દ્ર કૈલાની હત્યા કરી હોવાની કબૂલાત આપેલ હતી.

વધુમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા પાસેથી મળી રહેલ માહિતી મુજબ આરોપીની ઓફિસે મૃતક જીતેન્દ્ર કૈલા તેના રૂપિયા લેવા માટે ગયો હતો. ત્યારે તેની આરોપીએ મુજબ ગળાટૂંપો આપીને હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ કોથળામાં લાશ મૂકીને તેની પોતાની જ સ્કોર્પિયો ગાડીમાં તે લાશને મોરબી તાલુકાનાં માણેકવાડા ગામે લઈ જઈને જમીનમાં ખાડો ખોદીને લાશને દાટી દીધી હતી જો કે, આરોપીએ જે સ્થળે લાશ દાટી હોવાનું કહ્યું હતું. ત્યાં જઈને પોલીસે ખોદકામ કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી યુવાનની લાશ કોહવાય ગયેલ હાલતમાં મળી આવેલ હતી જેથી તે લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.

વધુમાં પોલીસ અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ આરોપી નિવૃત પોલીસ કર્મચારીનો દીકરો છેઅને તેને 18 વર્ષ પહેલા જેતપુર ગામે ડોક્ટરના દીકરાની હત્યા કરી હતી અને તેની લાશને જે તે સમયે ડીવાયએસપીના બંગલાની અગાશી ઉપર ફેંકી દીધી હતી ત્યારે આ આરોપીની ઉમર માત્ર 19 વર્ષ હતી અને હત્યાના આ ગુનામાં તે આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી હતી જો કે, વર્ષ 2018 માં તેને જેલમાંથી મુક્તિ મળી હતી અને મૃતક યુવાનની સાથે તે છેલ્લા ત્રણ વર્ષની સંપર્કમાં હતો. હાલમાં જે ગુનો નોંધાયેલ છે તેમાં હવે હત્યાની કલમની ઉમેરો કરવામાં આવશે.

આરોપીએ મૃતક પાસેથી લીધેલા રૂપિયા કયા વાપર્યા તેની હવે તપાસ

હાલમાં હત્યાના ગુનામાં પકડાયેલ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ આયદાનભાઇ ગજીયાએ મૃતક પાસેથી કુલ મળીને 18 લાખ રૂપિયા લીધેલ હતા. જો કે, જીતેન્દ્ર કૈલા ગુમા હોવાથી પોલીસ પહેલાથી તેને શોધવા માટેનું કામ કરી રહી હતી જો કે, તેની હત્યા કરેલ લાશ મળી આવી છે જેથી હવે આરોપીએ મૃતક યુવાન પાસેથી લીધેલ 18 લાખ રૂપિયા કયા વાયરેલ છે તેની પૂછપરછ કરવામાં આવશે.






Latest News