ટંકારામાં રૂપિયાની ઉઘરાણી કરીને યુવાનને કમર-નિતંબ ઉપર છરીના ઘા ઝીકયા: જાનથી મારી નાખવાની ધમકી
મોરબી, માળીયા અને વાંકાનેરમાં જુગારની સાત રેડ: પાંચ મહિલા સહિત 11 જુગાર રમતા પકડાયા
SHARE









મોરબી, માળીયા અને વાંકાનેરમાં જુગારની સાત રેડ: પાંચ મહિલા સહિત 11 વ્યક્તિઓ જુગાર રમતા પકડાયા
મોરબી, માળીયા અને વાંકાનેરમાં જુગારની જુદીજુદી સાત રેડ કરવામાં આવી હતી ત્યારે પાંચ મહિલા સહિત કુલ મળીને 11 વ્યક્તિઓને જુગાર રમતા પકડવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીમાં ત્રાજપર ચોરાવાડી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા દેવુબેન કરમશી કાળદ્રા જાતે કોળી (50), રહે ત્રાજપર, વર્ષાબેન વિરમભાઈ પનારા જાતે કોળી (30) રહે. મફતિયાપર ઉમટાઉનશિપની બાજુમાં મોરબી, અવનીબેન રવિભાઈ વરાણીયા જાતે કોળી (28) રહે. ત્રાજપર, રુપીબેન રમેશભાઈ વરાણીયા જાતે કોળી (58) રહે. ત્રાજપર અને શારદાબેન કાંતિલાલ પાડલીયા જાતે કોળી (58) રહે. ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3670 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં ગાંધી ચોક પાસે જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચકલા પોપટના જુગારના સાહિત્ય સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 390 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી મોસીનભાઈ રહીમભાઈ દલ જાતે સંધિ (29) રહે. ક્રિષ્ના પાર્ક વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી. અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે માળિયામાં દરબારગઢ પાસે વરલી જુગારના આંકડા લેતા યાસીનભાઈ હુસેનભાઇ મોવર જાતે મિયાણા (41) રહે દરબારગઢ પાછળ માળિયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. આવી જ રીતે નવી નવલખીમાં દરગાની બાજુમાં વરલી જુગારના આંકડા લેતા હનીફભાઈ હાજીભાઈ બુચડ જાતે વાઘેર (25) રહે. નવી નવલખી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે 400 ની રોકડ તેની પાસેથી કબજે કરીને તેની ધરપકડ કરી હતી. જયારે માળીયાની મોટી બજારમાં વરલી જુગારના આંકડા લેતા શીવાભાઈ સુરેશભાઈ પરસોંડા જાતે કોળી (28) રહે. માળીયા મીયાણા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 450 રૂપિયાની રોકડ કબજે કરી હતી
વાંકાનેરમાં નવાપરા નાકા પાસે વરલી જુગારના આંકડા લેતા રાજેન્દ્રસિંહ ભરતસિંહ કૌશલ્યા જાતે રજપૂત (32) રહે. પરશુરામ પોટરી વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 220 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી પાસે વરલીના આંકડા લેતા નિતેશભાઇ ભીખાજીભાઈ ખાંભેલીયા જાતે કોળી ઠાકોર (25) રહે. હાલ સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે વાંકાનેર મૂળ રહે રાણીપુરા તાલુકો માંડલ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 550 રૂપિયાની રોકડ કબજે કરી હતી આમ જુદા જુદા વિસ્તારમાં વરલી જુગારના કેસ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધ્યા હતા
