મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા જુદાજુદા ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી મોરબીમાં જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ  ટંકારામાં યોજાશે મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો મોરબી નજીક ટ્રેલરની પાછળ ટ્રેલર અથડાતા બોનેટનો ભૂકકો: ઇજાગ્રસ્ત ડ્રાઈવર સારવારમાં
Breaking news
Morbi Today

હળવદ મોરબી રોડે ધાંગધ્રા કેનાલ પાસે ઘરમાંથી 4.490 કિલો ગાંજા સાથે એક શખ્સ પકડાયો


SHARE











હળવદ મોરબી રોડે ધાંગધ્રા કેનાલ પાસે ઘરમાંથી 4.490 કિલો ગાંજા સાથે એક શખ્સ પકડાયો

હળવદ મોરબી રોડ ઉપર ધાંગધ્રા કેનાલ પાસે રહેતા શખ્સનાં ઘરમાં ગાંજો હોવાની હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 4 કિલો 490 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 44,900 નો ગાંજો તેમજ મોબાઈલ મળીને 50,900 નો માલ કબજે કર્યો છે. અને હાલમાં એક શખ્સની ધરપકડ કરીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદ મોરબી રોડ ઉપર ધાંગધ્રા કેનાલ પાસે વાચાલી તલાવડી સામે રહેતા પ્રદીપભાઈ ઉર્ફે પ્રદ્યુમન વૈષ્ણવના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આરોપીના કબજા ભોગવટાવાળા મકાનમાંથી કિલો 490 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 44,900 ની કિંમતનો ગાંજો તથા 6,000 રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 50,900 મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપી પ્રદીપભાઈ ઉર્ફે પ્રદ્યુમન ઉર્ફે પદુબાપુ ઈશ્વરદાસ વૈષ્ણવ જાતે રામાનંદી સાધુ (70) રહે. મૂળ વાણીયા વાડ મેઇન બજાર હળવદ હાલ રહે. હળવદ મોરબી રોડ ધાંગધ્રા કેનાલ પાસે વાચાલી તલાવડી સામે રામજી મંદિરની બાજુમાં હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં હવે આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.પી. વ્યાસને સોંપવામાં આવી છે






Latest News