મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે સ્કૂટરને હડફેટે લઇને વૃધ્ધનું મોત નીપજવનાર ડમ્પર ચાલકની ધરપકડ


SHARE













મોરબીના લાલપર પાસે સ્કૂટરને હડફેટે લઇને વૃધ્ધનું મોત નીપજવનાર ડમ્પર ચાલકની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ નજીક જનતા સુપર મોલની સામે નેશનલ હાઇવે રોડ ઉપરથી વૃદ્ધ પોતાનું એઇટી(સ્કુટર) લઈને પસાર થઈ રહ્યા હતા.ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે તેને હડફેટ લેતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યુ હતુ અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને પકડીને આગળની તજવીજ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં જય અંબે સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ કેશવદાસભાઈ દેવમુરારી જાતે બાવાજી (૪૪) એ થોડા દિવસો પહેલા અજાણ્યા ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી.જેમાં તેઓએ જણાવ્યું હતુ કે તેના પિતા કેશવદાસભાઈ દેવમુરારી જાતે બાવાજી મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે લાલપર ગામે આવેલ જનતા સુપર મોલ સામેથી તેમનું સ્કુટર લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લેતા તેમનું મોત નિપજયુ હતુ.આ કેસની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.બગડા ચલાવતા હોય તેઓ દ્વારા અકસ્માત સર્જીને જે તે સમયે સ્થળ ઉપરથી ભાગી છૂટેલા ડમ્પર ચાલક જેસીંગ લાભુભાઈ શેખાણી જાતે કોળી (30) રહે.જાંબુડિયા ગામ શક્તિપરા વિસ્તાર તા.જી.મોરબીની ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવમાં ધરપકડ કરી હતી.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર હોર્ન વગાડવા બાબતે થયેલ બોલાચાલીમાં યુવાન ઉપર ત્રણ લોકો દ્વારા હુમલો કરવામાં આવતા ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા શરીફ હારૂનભાઈ કટિયા નામના 35 વર્ષના યુવાનને મોરબીના પંચાસર રોડ ખ્વાજા પેલેસ નજીક ગત તા.28-7 ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં આંખ અને માથાના ભાગે ઈજા થતાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તપાસ અધિકારી એમ.એચ.વાસાણીના જણાવ્યા મુજબ હોર્ન વગાડવા બાબતે બોલાચાલીનો બનાવ બન્યો હતો.જેમાં ત્રણ અજાણ્યા લોકો દ્વારા શરીફભાઈ કટીયાને માર મારવામાં આવ્યો હોવાનું હાલ સામે આવ્યું છે અને તે બાબતે આગળની તપાસ ચાલુ છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડિયાદકાંટા નજીક આવેલ હનુમાન મઢૂલી પાસેથી બેભાન હાલતમાં દિનેશભાઈ નામના 25 વર્ષના યુવાનને 108 વડે સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવ્યા બાદ આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે






Latest News