મોરબીના લાલપર પાસે સ્કૂટરને હડફેટે લઇને વૃધ્ધનું મોત નીપજવનાર ડમ્પર ચાલકની ધરપકડ
મોરબી નગર પાલિકામાં ચાલતું રોજમદાર કર્મચારી પગાર કોભાંડ : કોગ્રેસ
SHARE









મોરબી નગર પાલિકામાં ચાલતું રોજમદાર કર્મચારી પગાર કોભાંડ : કોગ્રેસ
મોરબી શહેરની કહેવાતી એ ગ્રેડની નગરપાલિકામાં વહીવટદારનું શાસન ઘણા સમયથી મોરબી-માળિયાના ધારાસભ્યની દોરવણી હેઠળ ચાલી રહેલ છે.નગરપાલિકા કચેરીએ જાવ તો કોઈ કર્મચારી ઓફીસમાં જોવા ન મળે ભૂગર્ભ ગટરના પંપીંગ સ્ટેશન જાવ તો કર્મચારી જોવા ન મળે ત્યાં મસમોટા તાળા લટકાવેલ જોવા મળે..! તો પ્રશ્ન એ થાય છે કે આટલા બઘા રાખેલ રોજમદાર કર્મચારી છે ક્યાં ? આવો સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલ છે.
નગરપાલિકા કર્મચારી વર્તુળમાં થતી ચર્ચા મુજબ ચાહે ભૂગર્ભ ગટર વિભાગ હોય કે પવડી વિભાગ હોય કે પછી ગેરેજ વિભાગ હોય કે અન્ય કોઈ વિભાગ હોય આ તમામ વિભાગમાં રાખવામાં આવેલ રોજમદાર કર્મચારીઓ નોકરી કરવા આવતા નથી અને ખાલી નગરપાલિકા પાસેથી પગાર મેળવે છે.માટે મોરબી નગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓ રાખેલા છે કે પછી ખોટા નામ ચડાવી અન્ય કોઈ પગાર લઈને આર્થિક રીતે પોતે સઘર થઈને નગરપાલિકાને આર્થિક નુકશાનપહોંચાડી રહેલછે..? આ બાબતની તપાસ કરવી જોઇએ.તેવી માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવેલ છે.આ બાબતની વહીવટદાર અને ચીફ ઓફિસરને જાણકારી છે કે એ પણ સત્તા પક્ષના દબાણના લીધે કંઈ કરી શકતા નહીં હોય એવું પણ લાગી રહ્યું છે .મોરબી નગરપાલિકામાં જો પૂર્ણ સમયના ચીફ ઓફિસરને મૂકવામાં આવે તો આવા રોજમદાર કર્મચારીના ઘરે બેઠા લેવાતા પગાર બંધ થઈ જાય અથવા આવા કર્મચારીઓએ નગરપાલિકામાં હાજર રહેવું પડે તેમ પણ બને.બાકી હાલ તો નગરપાલિકાનો વહીવટ "અંધેરી નગરી ગન્ડુ રાજા જેવો છે." આ બાબત વહીવટદાર અને મોરબી નગરપાલિકાના 'ઘરાર બોસ' બની બેઠેલા ધારાસભ્યએ આ બાબતએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ તેમ મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂરવ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ પ્રેસ યાદીમાં જણાવેલ છે.
