હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્કલ નજીક રોંગ સાઈડમાં આવેલ કારના ચાલકે રિક્ષાને હડફેટ લેતા ૬ ને ઇજા


SHARE

















મોરબીમાં ઉમિયા સર્કલ નજીક રોંગ સાઈડમાં આવેલ કારના ચાલકે રિક્ષાને હડફેટ લેતા ૬ ને ઇજા

મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલ નજીક કારના ચાલકે રોંગ સાઇડમાં વાહન ચલાવીને સામેથી આવતી રિક્ષાને હડફેટે લેતા ૬ લોકોને નાની-મોટી ઈજાઓ પહોચી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.મોરબીના વિજયનગરમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ ચાવડા એ મોરબી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યુ હતું કે હોન્ડા કાર નંબર જીજે ૩૬ એલ ૭૬૧૮ ના ચાલકે કારને રોંગ સાઈડમાં ચલાવીને તેઓની રીક્ષા નંબર જીજે ૩૬ ડબ્લ્યુ ને ઉમિયા સર્કલ નજીક હડફેટે લેતા રીક્ષા ચાલક રમેશભાઈ ચાવડાને તેમજ સાહેદ વિહાન હરેશભાઇ સોલંકી (9), રૂહી અશોકભાઈ ચાવડા (11), દેવાંશ રમેશભાઇ ચાવડા (9), અસ્મિતાબેન રમેશભાઈ ચાવડા (35), નાનુબેન બાબુભાઈ ચાવડા (75) અને ગીતાબેન અશોકભાઈ ચાવડા (35) રહે.બધા રોહીદાસપરા વીસીપરા પાસે મોરબી વાળાઓને ઈજા પહોચી હોય સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લઇ જવાયા હતા.એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણીએ આગળની તપાસ હાથ ધરેલ છે.

ઇલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં

મોરબીના નાની વાવડી ચોકડી પાસે આવેલ મોગરની વાડી વિસ્તારમાં રહેતા પરિવારનો નયન ચકુભાઈ હડિયલ નામનો 13 વર્ષનો સગીર તેના ઘરે પંખાની સ્વિચ ચાલુ કરવા ગયો હતો.ત્યારે તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જેથી તેને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ પંચાસર ચોકડી નજીક આવેલ બાલાજી ક્રેન ખાતે રહેતા વિજયશ્રી ચંદ્રિકાભાઈ નિશાન નામના 24 વર્ષેના યુવાનને મોરબીના પંચાસર રોડ રાજનગર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી.જેથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના વિપુલભાઈ પટેલ દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલી કુબેરનાથ શેરીમાં રહેતો જુબેર અલીભાઈ ગલરીયા નામનો 34 વર્ષનો યુવાન મોરબીના શનાળા રોડ પુજારા ટેલિકોમ પાસેથી બાઈક લઈને જતો હતો.ત્યારે પાછળના ભાગેથી કોઈ અજાણ્યા રીક્ષા ચાલકે તેના બાઇકને હડફેટે લેતા વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં જુબેર અલીભાઈ નામના યુવાનને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો. અને હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી




Latest News