મોરબીમાં હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા મહંમદ રફીની પુણ્યતિથિએ સંગીત સંધ્યા યોજાઇ
SHARE









મોરબીમાં હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા મહંમદ રફીની પુણ્યતિથિએ સંગીત સંધ્યા યોજાઇ
મોરબીમાં હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા સ્વ. મહંમદ રફીની પુણ્યતિથિ નિમિત્તે બુધવારે રાત્રે 10 થી 12 સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહમદ રફીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને મોરબીના કલાકારો દ્વારા મોરબીના સરદાર રોડ ઉપર આવેલ દશા શ્રીમાળી વણિક ભોજનશાળા ખાતે મહમદ રફી, કિશોરકુમાર, લતા મંગેશકર સહિતના કલાકારોના એક થી એક ચડિયાતા ગીત મોરબીના સંગીત પ્રેમી લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મોરબી સિરામિક એસો. પ્રમુખ હરેશભાઈ બોપલિયા, મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી સહિતના અનેક અગ્રણીઓ અને સંગીત તથા કલાપ્રેમીઓ હાજર રહ્યા હતા અને હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા મોહમ્મદ રફીની પુણ્યતિથિએ યોજાયેલ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોરબીના લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સંસ્થાના ગુજરાતના પ્રમુખ રામભાઈ મહેતા, ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા અને સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ કિશન પટેલ દ્વારા જહમત ઉઠાવવામાં આવી હતી
