વાલીઓ સાવધાન, મોરબીમાં બાળકને ધારાહાર મોબાઈલ ફોન આપીને વ્યાજના ચક્રમાં ફસાવ્યો !: સગીર સહિત ત્રણ સામે ફરિયાદ
SHARE









વાલીઓ સાવધાન, મોરબીમાં બાળકને ધારાહાર મોબાઈલ ફોન આપીને વ્યાજના ચક્રમાં ફસાવ્યો !: સગીર સહિત ત્રણ સામે ફરિયાદ
મોરબીમાં સાથે અભ્યાસ કરતા બાળકને ધરાર મોબાઇલ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે મોબાઇલની સ્ક્રીન તોડી નાખી છે તેવું કહીને તેની પાસેથી 40,000 માંગવામાં આવ્યા હતા અને તે રૂપિયા તેની પાસે ન હોય જેણે મોબાઈલ ધરાહાર આપ્યો હતો તે જ વ્યક્તિએ તેને 30 ટકાના વ્યાજ લેખે 40 હજાર રૂપિયા આપ્યા અને ત્યારબાદ તે બાળકને વ્યાજના ચક્રમાં ફસાવવામાં આવ્યો હતો અને તે વાતની જાણ બાળકના પિતાને થતા તેણે સમાધાન માટે 30,000 રૂપિયા આપી દીધા તેમ છતાં પણ તેની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને કાવતરું કરવામાં આવ્યું હતું અને ફોન ઉપર ગાળો આપીને ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા બાળકના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક સગીર સહિત કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
ઘણી વખત બાળકોને વ્યાજના ચક્રમાં ફસાવીને ઘરમાં ચોરી કરવા માટે મજબૂર કરવામાં આવતા હોય અને ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરવામાં આવતી હોય તે પ્રકારની ઘટનાઓ અગાઉ સામે આવી ગયેલ છે. આવી જે ઘટના તાજેતરમાં મોરબીમાં બનેલ છે જેમાં રવાપર ગામે ગોલ્ડન માર્કેટની સામે શ્યામ પાર્કમાં રહેતા ચેતનભાઇ મનજીભાઈ ચીકાણી જાતે પટેલ (39)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક સગીર તેમજ જયરાજ રમેશભાઈ જારીયા રહે. રવાપર મોરબી અને કિશન ગઢવી રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો દીકરો અને ત્રણ પૈકીનો સગીર બાળક બંને અગાઉ સાથે સ્કૂલમાં ભણતા હતા અને ત્યારબાદ હાલમાં તેઓ અલગ અલગ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે. જોકે ફરિયાદીના દીકરાને સગીરે તેની પાસે રહેલ મોબાઈલ ફોન ધારાહાર આપેલ હતો. જે મોબાઇલ ફોન બીજા દિવસે ફરિયાદીના દીકરાએ પાછો આપી દીધો હતો.
ત્યારબાદ મોડી સાંજે તેને રસ્તામાં રવાપર ગામ પાસે રોકીને આ મોબાઈલ ફોનની સ્ક્રીન તૂટી ગયેલ છે તેવું કહીને તેની પાસેથી આરોપી જયરાજ જારીયાએ 40,000 ની માંગણી કરી હતી જોકે તેની પાસે રૂપિયા ન હતા અને સગીરે તેને 30 ટકા લેખે 40 હજાર રૂપિયા આપ્યા હતા જે તેને જયરાજ જારીયાને આપી દીધા હતા અને ત્યારબાદ દરરોજનું 1,000 રૂપિયા લેખે આઠ દિવસનું વ્યાજ આપ્યું હતું અને આ બાબતની ફરિયાદીને જાણ થતા તેણે સમાધાન પેટે 30,000 રૂપિયા જયરાજને ચૂકવી આપેલ હતા. ત્યારે બાદ ફરિયાદી તેના દીકરીની સાથે ભણતા સગીરને આવું શું કામ કર્યું હવે આવું ન કરતો નહીં તો મજા નહીં આવે તેવું કહ્યું હતું.
જેથી જયરાજ જારીયાએ ફરિયાદીના મોબાઈલ ફોન ઉપર ફોન કરીને “મારા માણસને શું કામ ખીજાણા ?” તેમ કહીને ફોન કરીને ફરિયાદીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેના દીકરાને ફરી વ્યાજના ચક્રમાં ફસાવવાનું કહ્યું હતું અને કિસાન ગઢવી નામના વ્યક્તિએ ફરિયાદીના મોબાઇલ ફોન ઉપર ફોન કરીને ફરિયાદીના દીકરાએ તેની પાસેથી એક લાખ રૂપિયા લીધેલા છે. તેવું કહ્યું હતું જેથી ફરિયાદીએ 1,00,000 તેના દીકરાને લીધા હોય તેનું પ્રુફ લઈને આવે તો રૂપિયા આપી દેશું. તેવું જણાવ્યું હતું. જોકે તે વાત ખોટી હોવાનું ફરિયાદીએ તેના દીકરા પાસેથી જાણી લીધૂ હતું અને હાલમાં ભોગ બનેલ બાળકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે સગીર સહિત ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના જીકયારી ગામે રહેતો ગૌતમ દિનેશભાઈ સોલંકી (10) નામનો બાળક તેના કાકા જીતુભાઈના બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામના ઝાંપા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું જેથી બાળકને બંને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
