મોરબીમાં હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા મહંમદ રફીની પુણ્યતિથિએ સંગીત સંધ્યા યોજાઇ
મોરબીના ટિંબડી ગામે જુગાર રમતા પાંચ શખ્સો 51,200 ની રોકડ સાથે પકડાયા
SHARE









મોરબીના ટિંબડી ગામે જુગાર રમતા પાંચ શખ્સો 51,200 ની રોકડ સાથે પકડાયા
મોરબી તાલુકાના ટિંબડી ગામ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ટિંબડી ગામે જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 51,200 ની રોકડ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ટીંબડી ગામે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી. જેના આધારે પોલીસ જુગારની રેડ કરી હતી તે રસ્તાઓ પરથી નવઘણભાઈ બાબુભાઈ ઈટોદરા (31) રહે. ટિંબડી, કેશુભાઈ પ્રભુભાઈ મડતરીયા (50) રહે. ઇન્દિરાનગર, હાર્દિક જસવંતભાઈ ખરચરિયા (24) રહે. જૂની પીપળી, વિનોદભાઈ રસિકભાઈ વિજવાડિયા (32) રહે. વાંકાનેર અને ઉમેશ ભીખાભાઈ બાબરીયા (19) રહે. ટિંબડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી જુગાર રમી રહેલા શખ્સો પાસેથી પોલીસે 51,200 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે.
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના આંદરણા ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં વાંકડા ગામે રહેતા ભરતભાઈ પોપટભાઈ રાતડીયા (27) નામના યુવાનના ઇજા થતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
વાંકાનેરમાં રહેતા પ્રીતમ જગુભાઈ ઠોરીયા (78) નામના વૃદ્ધ વિશાલ ફર્નિચર સામે ઉમા મોટર પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં તેઓને ઈજા થતા ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
