મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા બાળકનું બીમારી સબબ મોત
SHARE
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા બાળકનું બીમારી સબબ મોત
મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા બાળકનું બીમારી સબબ મોત નીપજયું હતું. જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં ચાંદીપુરા વાયરસ સહિતના રોગચાળાના કારણે બાળકોના મૃત્યુ થતા હોય તેવું સામે આવી રહ્યું છે તેવામાં મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ એલાઈવ સીરામીકના લેબલ કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા બુર્જુભાઈનો 15 વર્ષનો દીકરો લક્ષ્મણ લેબર કવાર્ટરમાં હતો દરમિયાન બીમારી સબબ તે બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી
દીકરાએ માર માર્યો
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા જશુબેન કરસનભાઈ સોલંકી (55) નામના મહિલાને તેના પુત્રએ લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પીધી
મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાં રહેતા નાગજીભાઈ કરમશીભાઈ (45) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર તે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર.સારદીય દ્વારા કરવામાં આવી હતી.