મોરબીમાં સગીરાને ધરાર વાતચીત કરવા દબાણ કરીને માતા-દીકરીને મારી નાખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ
મોરબીમાંથી આધેડનું અપહરણ કરીને પાઇપ વડે માર માર્યો
SHARE







મોરબીમાંથી આધેડનું અપહરણ કરીને પાઇપ વડે માર માર્યો
મોરબીમાં ભળીયાદ કાંટા નજીક ઉભેલા આધેડનું અપહરણ કરીને તેને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં રહેતા જેસંગ લાલજી ચૌહાણ (53) નામના આધેડ ભડિયાદ કાંટા નજીક આવેલ જીજે 36 પાનની દુકાન પાસે હતા ત્યારે દુખેડો (સિરાજ) ના માણસોએ તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને પાઇપ વડે માર માર્યો હોવાથી ઇજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
મોરબીમાં આવેલ રામદેવનગર સોસાયટીમાં રહેતા કરમશીભાઈ ગોવાભાઇ પરમાર (52) નામના આધેડ સોઓરડી મેઇન રોડ ઉપરથી બાઇક લઈને જતાં હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી આધેડને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલાને માર માર્યો
મોરબીમાં શોભેશ્વર નજીક રહેતા શીતલબેન રમેશભાઈ મુલાણી (21) નામની મહિલાને ત્રાજપર ચોકડી પાસે આવેલ શીતલ પાન પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ છે જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
