મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બંધ હોય ચાલુ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત
મોરબીના બાયપાસ રોડે ગટરના ઢાંકણા ન હોય કોંગ્રેસે ભાજપના ઝંડા લગાવ્યા !
SHARE









મોરબીના બાયપાસ રોડે ગટરના ઢાંકણા ન હોય કોંગ્રેસે ભાજપના ઝંડા લગાવ્યા !
મોરબીના બાયપાસ રોડ ઉપર ગટરના ઢાંકણા નથી અને તેના માટે અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે તો પણ પાલિકા દ્વારા ઢાંકણા નાખવામાં આવેલ નથી જેથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને ત્યારે ભૂગર્ભ ગટરનું ઢાંકણું ન હતું ત્યારે ભાજપનો ઝંડો લાગાવવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, છેલ્લા 10 વર્ષથી રોડ બની ગયેલ છે જો કે, આ મહત્વના રોડ ઉપર આવેલ ગટરના ઢાંકણા નથી ! જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે સૌથી મોટો સવાલ છે. અને ભાજપની સરકાર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગટરના ઢાંકણામાં કરતી હોય તેવું મોરબીની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે. જેથી કરીને 10 ઓગસ્ટ સુધીનું પાલિકાને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે ત્યાર બાદ કોંગ્રેસ દ્વારસ ગટરના ઢાંકણા નાખવા માટે તા 11 ઓગસ્ટથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મનોજભાઇ પનારા સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા
