મોરબીમાં દીકરીઓ ઉંચા ધ્યેય રાખીને સપનાની ઉડાન ભરો, સરકાર તમારી સાથે છે: કલેક્ટર
મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બંધ હોય ચાલુ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત
SHARE









મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બંધ હોય ચાલુ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત
મોરબીમાં રેલવે સ્ટેશન નજીક અગાઉ નંદકુવરબા ધર્મશાળા હતી તે જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે રેન બસેરા બનાવવામાં આવેલ છે જો કે, તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી જેથી કરીને આ રેન બસેરાનો ઉપયોગ શરૂ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પૂર્વ સલાહકાર પી.પી. જોષીએ કલેક્ટરને હાલમાં રેન બસેરા ચાલુ કરવા માટેની રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં રેલવે સ્ટેશન રોડ પર કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બનાવવામાં આવેલ છે જો કે, તેને ગરીબ લોકોને આશરો મળે તે માટે ચાલુ કરવામાં આવેલ નથી અને બે વર્ષથી આ રેન બસેરા બંધ છે જેથી કરીને કરોડો રૂપિયાના ખર્ચે બનેલ મિલકત ઉપયોગ વગર પડી રહે અને ખરાબ થાય તેવી શકયતા છે જેથી કરીને કોઈ ટ્રસ્ટ અથવા સંસ્થાને તેની સંચાલન સોપીને ત્યાં રેન બસેરા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.
