જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરાઉ એક્ટિવા સાથે આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાંથી ચોરાઉ એક્ટિવા સાથે આરોપીની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ મદીના સોસાયટી પવિત્ર કુવાની બાજુમાં રહેતા અકરમભાણ હુસેનભાઇ સુમરા (૨૩) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્કૂટર ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એએચ ૨૫૧૮ જેની કિંમત ૪૫ હજાર રૂપિયા છે તેને પાર્ક કરીને મૂક્યું હતું આ એક્ટિવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ચોરાઉ એક્ટિવા સાથે આરોપી જાવેદ મહેબૂબભાઈ જામ જાતે મિયાણા (24) રહે. વિજયનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News