હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દારૂ-બિયરની ૮૦૮ બોટલ સાથે સ્કોર્પીયો પકડાઈ, બે બુટલેગરોને દબોચીને આગળની તપાસ શરૂ ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન હળવદના પ્રતાપગઢ પાસે બંધ પાછળ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૦ લોકોને ઇજા મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં યોજાયેલ સેવસેતુના કાર્યક્રમોમાં ૭૪૬૦ અરજીઓનો નિકાલ મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
Breaking news
Morbi Today

કેન્દ્ર સરકારે ગરીબ, યુવાન, કિસાન અને નારીને ધ્યાને રાખીને બનાવ્યું સાર્વત્રિક બજેટ: ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે


SHARE











કેન્દ્ર સરકારે ગરીબ, યુવાન, કિસાન અને નારીને ધ્યાને રાખીને બનાવ્યું સાર્વત્રિક બજેટ: ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે

હાલમાં કેન્દ્ર સરકારના બજેટને લઈને ઠેરઠેર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આજે મોરબી જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંદ્રા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખાસ હાજર રહ્યા હતા અને તેઓએ આ બજેટને ગરીબ, યુવાન, કિસાન અને નારી માટે હિતકારી બજેટ ગણાવ્યું હતું. અને સાર્વત્રિક હિતને ધ્યાને રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

મોરબીમાં શનાળા રોડે આવેલ હરભોલે હૉલ ખાતે જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંદ્રા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખાસ હાજર રહ્યા હતા અને તેઓએ જણાવ્યુ હતું ક200થી 201અને 2014 થી 2024 ના 10 વર્ષના સમયગાળામાં કેન્દ્ર સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યું તેના લેખાં જોખાં કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં લોકોની સુખાકારીમાં અનેકગણો વધારો થયેલ છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે જે તે લોકો એ જ્ઞાતિઓ અને જાતિઓને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્ઞાન નામની જાતિ એટલે ગરીબ, યુવાન, અન્નદાતા કિસાન અને નારીને ધ્યાને રાખીને કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સિતારમાન દ્વાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

આ બજેટ ગરીબ, યુવાન, અન્નદાતા કિસાન અને નારીને લાભ મળે તેવું સાર્વત્રિક બજેટ તેમણે જણાવ્યુ હતું. આટલું જ નહીં દેશમાં 11, 11,111 કરોડ રૂપિયાનો તો માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે વાપરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને કોઈપણ ક્ષેત્ર હોય એ કલા ક્ષેત્ર હોય, રમત ગમતનું ક્ષેત્ર હોયઅંતરિક્ષ હોય દરેક ક્ષેત્રને ધ્યાને રાખવામા આવેલ છે. અને આત્મ નિર્ભર ભારતના સંદર્ભનું બજેટ છે. તેવું કહ્યું હતું. તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે, વર્ષ 2013માં જ્યારે નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સુકાન સંભાળ્યું હતું ત્યારે વર્ષ 2013-14 નું બજેટ 16 લાખ કરોડનું હતું જેનું 10 વર્ષમાં કદ વધીને આ વર્ષે 48 લાખ કરોડ થયેલ છે.

જો કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારોને કન્ટેનરના ભાડા વધી જવાના કારણે મોટો ફટકો પડ્યો છે તે બાબતે ધારાસભ્યને પૂછાતા તેમણે કહ્યું હતું કેકન્ટેનરના ભાડા વધી ગયા છે તેમાં કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા નથી જુદાજુદા દેશોની વચ્ચે ચાલી રહેલા યુધ્ધના લીધે દરિયામાં જહાજ ફરીને આવે છે જેથી કરીને કન્ટેનરના ભાડા વધી ગયા છે. તેમ છતાં પણ ઉદ્યોગકારો માટે ઘણી યોજનાઓ કેન્દ્ર સરકારે આ બજેટમાં બનાવેલ છે તેવું અંતમાં તેમણે જણાવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ,મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લાના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા અને કે.એસ. અમૃતિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. અને મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો આ તકે હાજર રહ્યા હતા.






Latest News