મોરબીમાં મચ્છુ નદીના ઢાળ પાસે જુગાર રમતા સાત પકડાયા
SHARE
મોરબીમાં મકરાણીવાસ પાસે જુગાર રમતા સાત શખ્સો 20,400 ની રોકડ સાથે પકડાયા
મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મકરાણીવાસ વિસ્તારમાં નદીના ઢાળિયા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી પોલીસે 20,400 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલમાં હતી ત્યારે મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મકરાણીવાસ વિસ્તારમાં નદીના ઢાળિયા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કાદિરભાઈ મોહમ્મદભાઈ બલોચ જાતે મકરાણી (36), તોફિક ઉર્ફે દેવો રફિકભાઈ બલોચ જાતે મકરાણી (32), મુસ્તુફા દાઉદભાઈ દાવલિયા જાતે પીંજારા (21), હાજીભાઈ મુસાભાઇ કુરેશી જાતે મતવા (30), હાર્દિક ઉર્ફે પ્રેમલો દિપકભાઈ ગોહિલ જાતે ઓડ (22), ઓસમાન ઈબ્રાહીમભાઇ કુરેશી જાતે મતવા (36) અને મોહમ્મદ સુલેમાનભાઈ બલોચ જાતે મકરાણી (36) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 20,400 ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
કચ્છના રાપર તાલુકાના સોનગઢ ગામે રહેતા રૂપાબેન હરેશભાઈ ઠાકોર (29) નામની મહિલાએ કોઈ દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ કરી આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવા માટે કવાયત હાથ ધરી હતી.
દવા પી લેતા સારવારમાં
જોડિયા તાલુકાના રસનાળ ગામે રહેતા કિશોરભાઈ લીંબાભાઇ દેવીપુજક (19) નામનો યુવાન કોઈ કારણોસર દવા પી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી