હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દારૂ-બિયરની ૮૦૮ બોટલ સાથે સ્કોર્પીયો પકડાઈ, બે બુટલેગરોને દબોચીને આગળની તપાસ શરૂ ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન હળવદના પ્રતાપગઢ પાસે બંધ પાછળ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૦ લોકોને ઇજા મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં યોજાયેલ સેવસેતુના કાર્યક્રમોમાં ૭૪૬૦ અરજીઓનો નિકાલ મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૧ ઓગસ્ટના રોજ યોજાશે


SHARE











વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૧ ઓગસ્ટના રોજ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે વાંકાનેર તાલુકા કક્ષાએ યોજાતો ઓગસ્ટ-૨૦૨૪ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૨૧ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦ ઓગસ્ટ સુધી ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે. અને તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અને અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી જેની અરજદારોને નોંધ લેવા વાંકાનેર મામલતદારની યાદીમાં જણાવાયું છે.






Latest News