વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૧ ઓગસ્ટના રોજ યોજાશે
મોરબીમાં રાષ્ટ્રીય યુવા દિવસે કલાત્મક રાખડી બનાવવાની ઓનલાઈન સ્પર્ધા યોજાશે
SHARE
મોરબીમાં રાષ્ટ્રીય યુવા દિવસે કલાત્મક રાખડી બનાવવાની ઓનલાઈન સ્પર્ધા યોજાશે
12 ઓગસ્ટ આંતર રાષ્ટ્રીય યુવા દિવસે આવતા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન "આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી કલા, આપણી ઓળખ" માં ભાગ લેવા સ્પર્ધકોમાં રહેલી કલા- કૌશલ્ય અને સર્જનાત્મક શક્તિને બહાર લાવવાનો તથા તે કલા વડે અન્યો સ્વનિર્ભર બને એ મુખ્ય હેતુ છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી -ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં ૨૦૨ મોરબી ખાતે કાર્યરત છે.રક્ષાબંધન (રક્ષાકવચ, રક્ષાસૂત્ર) નાં પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવવા ની સ્પર્ધા એટલે "આપણી સંસ્કૃતિ,આપણો વારસો. આપણી કલા, આપણી ઓળખ" નું આયોજન એટલે કે સ્વનિર્ભર બનવાની તાલીમ. આ સ્પર્ધામાં સ્પર્ધકો એ કલાત્મક રાખડી બનાવવા માટે જરૂરી સામગ્રી તથા રાખડી બનાવતાં શીખવતાં હોય તેનો વિડીયો બનાવીને વૉટ્સેપ નંબર પર મોકલી આપો 98249 12230 , 97279 86386 આ રાખડી સ્પર્ધામાં કેટેગરી મુજબ ભાગ લેવાં નિમંત્રણ આપવામાં આવે છે દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ રાખડી બનાવવાની સ્પર્ધામાં શ્રેષ્ઠ કલાકૃતિનાં સર્જન બદલ સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે