હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દારૂ-બિયરની ૮૦૮ બોટલ સાથે સ્કોર્પીયો પકડાઈ, બે બુટલેગરોને દબોચીને આગળની તપાસ શરૂ ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન હળવદના પ્રતાપગઢ પાસે બંધ પાછળ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૦ લોકોને ઇજા મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં યોજાયેલ સેવસેતુના કાર્યક્રમોમાં ૭૪૬૦ અરજીઓનો નિકાલ મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કોટડા નાયાણી ગામે વર્ષ 2018 માં પત્નીની હત્યાના ગુનામાં પતિને આજીવન કારાવાસ


SHARE











મોરબી જિલ્લાના કોટડા નાયાણી ગામે વર્ષ 2018 માં પત્નીની હત્યાના ગુનામાં પતિને આજીવન કારાવાસ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા કોટડા નાયાણી ગામે વર્ષ 2018 માં ઘરેલુ ઝઘડામાં પતિ દ્વારા પત્નીને લાકડી વડે માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવેલ.જે અંગે ગામના પંચાયત સભ્ય દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટ ખાતે 25 જેટલા મૌખિક અને 33 જેટલા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ સાહેબની કોર્ટ દ્વારા આરોપી ભીખાભાઈ લઢેરને મર્ડરના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે.

આ કેસની જાણવા મળતી વિગત્તો પ્રમાણે વર્ષ 2018 માં મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા કોટડા નાયાણી ગામે મર્ડરની ઘટના બની હતી.જેમાં પતિ દ્વારા ઘરેલુ ઝઘડામાં પત્નીને લાકડીઓ ફટકારીને જાનથી મારી નાખવામાં આવી હતી અને જે અંગે ફરિયાદ નોંધાતા તે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા આરોપી પતિને હાલ આજીવન કરાવાસની સજા ફટકારવામાં આવેલ છે.જે અંગે મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી મળતી માહિતી મુજબ જે તે સમયે કોટડા નાયાણી ગ્રામ પંચાયતના સભ્ય વિજયસિંહ ઉર્ફે ભીખુભા બાલુભા જાડેજા (ઉમર 70) રહે. કોટડા નયાણી વાળાએ ગામના જ ભીખાભાઈ બચુભાઈ લઢેર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગ્રામજનો પાસેથી ભીખાભાઈના પત્ની જાનુબેન ઉર્ફે ભારતીબેન (ઉંમર વર્ષ 50) નું મોત નીપજયુ હોવાનું જાણવા મળતા તેઓ તેના ઘરે ગયા હતા.ત્યારે ત્યાં ભીખાભાઈ તેઓને રસ્તામાં મળી જતા તેમને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મારે મારા પત્ની જાનુબેન ઉર્ફે ભારતીબેન સાથે ઝઘડો થતાં લાકડી વડે માર મારીને હાથ-પગ ભાંગી નાખ્યા બાદ તેણીની ગળેટુપો દઈને હત્યા કરી છે અને બાદમાં ઘરે પહોંચીને જોતા ત્યાં ભીખાભાઈના બહેન અને ભાણેજો ઘરે હાજર હોય તેમને પૂછતા જણાવ્યું હતું કે, ભાનુબેનને છાતીમાં દુખાવો થતાં અને પડી જતા તેઓ મરણ ગયેલ છે તેમ ભીખાભાઈએ જણાવ્યું છે.જો કે શરીર ઉપર ઈજાના નિશાનો જોતા વિજયસિંહ ઉર્ફે ભીખુભા જાડેજાએ આ બાબતે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી.આર.ગઢવી તથા સ્ટાફે પહોંચીને તજવીજ હાથ ધરી હતી અને જે તે સમયે મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જે અંગે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલો તેમજ 25 જેટલા મૌખિક અને 33 જેટલા દસ્તાવેજી પુરાવઓને ધ્યાનમાં લઈને મોરબી પ્રિન્સિપલ સેશન્સ જજ સાહેબની કોર્ટ દ્વારા આરોપી ભીખાભાઈ બચુભાઈ લઢેરને આઈપીસીની કલમ 302 મર્ડરના ગુનામાં આરોપી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને રૂપિયા 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.તેમજ જો દંડ ન ભરે તો વધુ 60 દિવસની કેદનો હુકમ કરવામાં આવેલ છે.






Latest News