રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરઘંટી બંધ કરતાં સમયે શોટ લગતા પડી જવાથી માથામાં ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE









મોરબીમાં ઘરઘંટી બંધ કરતાં સમયે શોટ લગતા પડી જવાથી માથામાં ઇજા પામેલ મહિલા સારવારમાં

 

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી મહિલા પોતાના ઘરે ઘરઘંટી બંધ કરતી હતી ત્યારે તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો. જેથી કરીને તે પડી જતા તેને માથામાં ઈજા થઈ હતી જેથી કરીને મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા મીનાબેન બાબુભાઈ બારોટ (35) નામના મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરે ઘરઘંટી બંધ કરતાં સમયે તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને ઇલેક્ટ્રીક શોટ લાગતા તે પડી ગયા હતા અને ત્યારે તેને માથાના ભાગે ઇજા થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મહિલાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 

વૃદ્ધ સારવારમાં

હળવદના માનગઢ ગામે રહેતા ભુદરભાઈ શંકરભાઈ પટેલ (73) નામના વૃદ્ધ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થયું હતું અને જેથી કરીને તેઓને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 

બાઇક સ્લીપ

મોરબીના ઘુનડા ખાનપર ગામે રહેતા નીતિનભાઈ નાગજીભાઈ જીવાણી (46) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ઉમિયા પરોઠાની સામેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને તેને ઈજા થતા ઇજા પામેલા યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.




Latest News