હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં રાયોટિંગ, મારામારી, જુગાર સહિતના ગુનામાં ઝડપાયેલ ઇસમને સેમી ઓટોમેટીક પીસ્તોલ આપનારની ધરપકડ: એક દિવસ રીમાંડ ઉપર


SHARE







મોરબીમાં રાયોટિંગ, મારામારી, જુગાર સહિતના ગુનામાં ઝડપાયેલ ઇસમને સેમી ઓટોમેટીક પીસ્તોલ આપનારની ધરપકડ: એક દિવસ રીમાંડ ઉપર


રાજકોટ બાજુથી મોરબીમાં આવી રહેલ ક્રેટા ગાડીને શનાળા ગામ પાસે રોકવામાં આવી હતી અને તે ગાડીમાં જઈ રહેલા શખ્સને ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તેની પાસેથી સેમી ઓટોમેટીક પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે હથિયાર, કાર્ટિઝ અને વાહન મળીને 5,10,500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની પુછપરછ કરતી તેણે આ હથીયાર રાજકોટ જંગલેશ્વર ખાત રહેતા ઇસમની પાસેથી લીધુ હોવાનું સામે આવતા મોરબી એ ડિવીજન પોલીસે રાજકોટના શખ્સને પકડી કોર્ટમાં રજુ કરતા એક દિવસના રીમાંડ મંજુર કરવામાં આવેલ છે.

મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા થોડા દિવસ પહેલા રાજકોટ મોરબી રોડ ઉપર શનાળા ગામ પાસે વોચ રાખવામાં આવી હતી.ત્યારે રાજકોટ તરફથી મોરબી બાજુ આવી રહેલ ક્રેટાને રોકીને તેમાં જઈ રહેલા શખ્સને ચેક કરવામાં આવતા તેની પાસેથી એક સેમી ઓટોમેટીક પિસ્તોલ મળી આવી હતી.જેથી પોલીસે 10,000 રૂપિયાની કિંમતનું હથિયાર, 500 ની કિંમતના પાંચ કાર્ટિઝ અને પાંચ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ ફુલ મળીને 5,10,500 ની કિંમતના મુદ્દામાલ સાથે જેતે સમયે રમેશભાઈ ઉર્ફે માલદે બાબુભાઈ ચાવડા જાતે આહિર (35) રહે.હાલ ઉમિયા સર્કલ ખોડીયારનગર સીતારામ પેલેસ બ્લોક નંબર-301 મૂળ રહે.શનાળા રોડ યદુનંદન સોસાયટી શેરી નંબર-3 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની વધુ પુછપરછમાં સામે આવ્યુ હતુ કે તેણે આ હથિયાર અલીમોહમ્મદ હાજીભાઈ ગોગદા જાતે મુસ્લિમ (37) રહે.જંગલેશ્વર વિસ્તાર રાજકોટ વાળાની પાસેથી મેળવેલ છે.જેથી હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ હુકુમતસિંહ જાડેજા તથા રાઇટર ચકુભાઈ કલોત્રા દ્વારા રાજકોટ જંગલેશ્વર વિસ્તારના અલીમોહમ્મદ હાજીભાઈની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને એક દિવસના રિમાન્ડ ઉપર લેવા હુકમ કર્યો હતો.જેથી હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેણે આ હથીયાર કોની પાસેથી મેળવેલ છે..?

બીમારી સબબ મોત

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ વિદ્યાનગર સોસાયટીમાં હનુમાન મંદિરની પાસે રહેતા દિનેશભાઈ ખીમજીભાઇ ભટ્ટી (ઉમર 25) ને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેઓને તબીબો દ્વારા જોઇ તપાસીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.તેનું બીમારી સબબ મોત નિપજયુ હતું.તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને રાબેતા મુજબની તપાસ હાથ ધરવામાં આવી હતી.

બાઈકમાંથી પડી જતા ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા પ્રેમીલાબેન બાબુભાઈ પટેલ નામના 72 વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રવાપર રોડ ઉપર નીલકંઠ વિદ્યાલય પાસે તેઓ સવારે નવેક વાગ્યાના અરસામાં બાઈકમાંથી નીચે પડી ગયા હતા. જેથી ઈજા પામતા તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેમની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News