વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં મોડી રાત્રે ચોરીના ઇરાદે ઘરમાં આવેલા ત્રણ શખ્સો દ્રારા હુમલો, માથામાં માર મારતા ઘરધણી સારવારમાં


SHARE













મોરબીમાં મોડી રાત્રે ચોરીના ઇરાદે ઘરમાં આવેલા ત્રણ શખ્સો દ્રારા હુમલો, માથામાં માર મારતા ઘરધણી સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો યુવાન મોડી રાત્રીના બાથરૂમ જવા માટે ઉઠ્યો હતો.ત્યારે તેઓના ફળિયામાં પગથિયા ઉપર એક અજાણ્યો ઈસમ બેઠેલો જણાતા તેને પડકાર્યો હતો ત્યારે બે ઈસમો ભાગી ગયા હતા અને એક શખ્સ પકડાઈ જતા તેને પકડવા જતાં તે શખ્સે તેના હાથમાં રહેલી થેલી કે જેમાં કોઈ લોખંડ જેવી વસ્તુ હશે તે ઘરધણીના માથામાં મારી હતી.જેથી કરીને ઇજા પામેલા ઘરધણીને સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે હાલ પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા દેવશીભાઈ કરમશીભાઈ સુરેલા નામના 48 વર્ષના યુવાનને માથાના ભાગે ઇજા થતાં તેને શહેરના સામાકાંઠે ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે પોલીસને જાણ કરાતા પોલીસ તપાસ માટે પહોંચી હતી અને તેમાં સામે આવ્યુ હતુ કે દેવશીભાઈ સુરેલા મોડી રાત્રીના ચારેક વાગ્યે બાથરૂમ કરવા માટે ઊભા થયા હતા.ત્યારે તેઓના ઘરના ફળિયામાં સીડી ઉપર એક અજાણ્યો શખ્સ બેઠેલો હોય તેને પકડવા જતા જેતે સમયે બે શખ્સો ભાગી ગયા હતા અને એક શખ્સને પકડવા જતા તેણે તેના હાથમાં રહેલી થેલી કે જેમાં કોઈ લોખંડ જેવી વસ્તુ હશે તે ધરધણી દેવશીભાઇને માથામાં ઝીંકી દીધી હતી.જેથી દેવશીભાઈને ઇજાઓ થતા સારવારમાં ખસેડ્યા હતા.બાદમાં તે શખ્સ પણ ભાગી છુટીયો હતો આમ ચોરીના ઇરાદે આવેલા ત્રણ પૈકીના એક ઇસમે દેવશીભાઈ સુરેલાને માથાના ભાગે કોઈ વસ્તુ મારી દીધી હતી જેથી તેમને સારવારમાં ખસેડાયા હતા.હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ હાથ ધરાય છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં રહેતા દિનેશભાઈ ભવાનીશંકર જોશી નામના 70 વર્ષના વૃદ્ધ મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન નજીક હતા ત્યાં તેઓને ચક્કર આવતા પડી ગયા હતા.જેથી 108 વડે તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા હસીનાબેન શાહરૂખભાઇ સૈયદ નામની 20 વર્ષીય મહિલા કોઈ અકળ કારણસર ફીનાઇલ પી ગયા હતા. જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાતા બનાવની જાણ થઈ હતી.જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

બાઈક સ્લીપ થઈ જતા ઇજા

મોરબીના નવલખી ફાટક પાસે રણછોડનગર વિસ્તારમાં રહેતા કેશભાણ રામસ્વરૂપ પાસવાન (ઉંમર 35) નામના યુવાનને મોરબીના જેલ રોડ ઉપર દાણાપીઠ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી શહેરની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો.બનાવની જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં રહેતા ઇલિયાસભાઈ હુસેનભાઇ સુમરા નામના 20 વર્ષીય યુવાનને મોરબીની સ્કૂલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હાલ આ બનાવની હોસ્પિટલમાંથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્રારા નોંધ કરીને તપાસ શરૂ કરાયેલ છે.






Latest News