હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ માટે ચાલુ વર્ષે હાલની સ્થિતિએ ૭૨ જેટલી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ


SHARE









મોરબી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ માટે ચાલુ વર્ષે હાલની સ્થિતિએ ૭૨ જેટલી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન મળી રહે અને તેમને પડતી મુશ્કેલીઓને તાત્કાલિક ધોરણે ફિલ્ડમાં જ નિવારી શકાય તે માટે પંચાયતોને ક્લસ્ટરમાં વહેંચી કલસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અન્વય મોરબીમાં ચાલુ વર્ષે હાલની સ્થિતિએ ૭૨ ક્લસ્ટરમાં તાલીમનું આયોજન કરી અંદાજિત ૨૫,૭૦૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે.

મોરબી જિલ્લાના પાંચ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ ૭૨ ક્લસ્ટરમાં ગ્રામ પંચાયતોને વહેંચવામાં આવી છે. આ ક્લસ્ટર દીઠ જિલ્લાના તમામ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને સીધું માર્ગદર્શન મળી રહે તે માટે ક્લસ્ટર બેઝ તાલીમની કામગીરી આત્માની કચેરી દ્વારા કરવામાં આવી રહી છે. જે અન્વયે ચાલુ વર્ષે હાલની સ્થિતિમાં અંદાજિત ૨૫,૭૦૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે. વિગતે વાત કરીએ તો જિલ્લામાં વાંકાનેર તાલુકાના ૧૮ ક્લસ્ટરમાં ૬,૧૨૮ ખેડુત, મોરબી તાલુકાના ૨૨ ક્લસ્ટરમાં ૮,૨૩૫ ખેડૂત, માળિયા તાલુકાના ૯ ક્લસ્ટરમાં ૩,૨૦૫ ખેડૂત, ટંકારા તાલુકાના ૯ ક્લસ્ટરમાં ૩,૧૨૨ ખેડૂત અને હળવદ તાલુકાના ૧૪ ક્લસ્ટરમાં ૫૦૧૦ ખેડૂત એમ કુલ ૭૨ ક્લસ્ટરમાં ૨૫,૭૦૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. મોરબી જિલ્લાની આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને માર્ગદર્શન મળી રહે અને અન્ય પરંપરાગત ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે એફ.એમ.ટી.(ફાર્મર માસ્ટર ટ્રેનર) અને ટી.એમ.ટી(ટેક્નિકલ માસ્ટર ટ્રેનર) દ્વારા વિશેષ માર્ગદર્શન તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.




Latest News