મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

તસ્કરોનું નાઇટ પેટ્રોલીંગ : મોરબીના જુદાજુદા ત્રણ વિસ્તારમાંથી સ્કુટર, બાઇક અને બુલેટની ચોરી


SHARE













તસ્કરોનું નાઇટ પેટ્રોલીંગ : મોરબીના જુદાજુદા ત્રણ વિસ્તારમાંથી સ્કુટર, બાઇક અને બુલેટની ચોરી

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાંથી સ્કૂટર, રવાપર ગામેથી બુલેટ અને નટવર પાર્ક સોસાયટીમાંથી બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને જુદી જુદી ત્રણ જગ્યાએથી થયેલ વાહન ચોરી અંગેની મોરબી સીટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ફરિયાદ નોંધાય છે. માટે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા પથિકભાઈ રમેશભાઈ ફુલતરીયા જાતે પટેલ (25)એ પોતાના ઘર પાસે તેનું એકટીવા નંબર જીજે 36 એચ 5905 પાર્ક કરીને મૂક્યું હતું જે એકટીવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 45000 રૂપિયાની કિંમતના સ્કૂટરની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિજન  પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે. આવી જ રીતે મોરબીના રવાપર ગામે હનુમાન મંદિર વાળી શેરીમાં રાધે હાઈટ્સના એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 201 માં રહેતા કિશોરભાઈ ગણેશભાઈ અઘારા જાતે પટેલ (52) એ પોતાનું બુલેટ નંબર જી જે 36 એએ 3800 રાધે હાઇટ્સ એપાર્ટમેન્ટ ના પાર્કિંગમાં પાર્ક કરીને મૂક્યું હતું જેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 70 હજાર રૂપિયાની કિંમતનું બુલેટ ચોરી થયું હોવા અંગેની ભોગ બનેલા આધેડ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમજ મોરબીમાં પંચાસર રોડ ઉપર બોકાની વાડીમાં શાળાની બાજુમાં રહેતા લાલજીભાઈ અરજણભાઈ નકુમ જાતે સતવારા (20) નામના યુવાને મોરબીમાં ત્રાજપર રોડ ઉપર આવેલ નટવર પાર્ક સોસાયટી પાસે પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ 4539 પાર્ક કરીને મૂક્યું હતું જે 25000 રૂપિયાની કિંમતનું બાઈક અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે.






Latest News