મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં મખ્ય બે આરોપઓનો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન ઉપર છૂટકારો


SHARE













મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં મખ્ય બે આરોપઓનો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન ઉપર છૂટકારો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ રામકૃષ્ણનગરમાં મકાનમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ઘરવખરી તથા વાહનમાં નુકસાન કરવામાં આવ્યું હતું. જે અંગે ગુનામાં પકડાયેલા બે લોકોના કોર્ટ દ્વારા હાલ જામીન મંજૂર કરાયા છે.

મોરબી બી ડિવી પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરી હતી કે આ કામના આરોપીઓએ અદાવત રાખીને આરોપીઓએ ફરિયાદીના ઘરને આગ લગાડી દીધેલ.જેમાં ફરીયાદીના ધરનો ધરવખરીનો સામાન સળગી ગયેલ હોય અને નુકશાની થયેલ હોય અને આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને ગુન્હો કર્યો હોય જેથી મોરબી બી ડિવી પોલીસે આરોપીઓ વીરધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જેમાં આરોપી શીવ ઉર્ફે લકકી વસંતભાઈ ભુસાલ તથા મીનપ્રસાદ ઉર્ફ રોહીત વસંતભાઈ ભુસાલ તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપ આર.અગેચાણીયા રોકાયેલ હતા.આરોપીઓ તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે.આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે.ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે.આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે.તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને આરોપીઓને જામીન પર મુકત કરવા દલીલ કરેલ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ અગેચાણીયાની દલીલ માન્ય રાખીને આરોપીઓને રૂ.૪૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ.આ કામમાં આરોપી તરફે ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયાની, જે.ડી. સોલંકી, રવી ચાવડા, દિપ ઝીઝુવાડીયા, ક્રીષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા






Latest News