મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઢીકાપાટુ વડે મારામારી


SHARE













મોરબીના રવાપર ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઢીકાપાટુ વડે મારામારી

મોરબી નજીકના રવાપર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રવાપર ગામે રહેતા સંગીતાબેન દિનેશભાઈ સાગઠીયા નામના 45 વર્ષના મહિલાએ ગામના જ રાહુલ મેઘજીભાઈ ચાવડા નામના યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, ગત તા.6-8 ના બપોરના અઢી વાગ્યાના અરસામાં આ મારામારી-બોલાચાલીનો બનાવ બન્યો હતો.જેમાં તેઓના પતિએ અગાઉ રાહુલ ચાવડા સામે ફરિયાદ કરેલી હોય જે બાબતનો રોષ રાખીને રાહુલ તેઓના ઘર પાસે આવ્યો હતો અને મોટે મોટે ઊંચા અવાજે વાત કરીને ગાળો બોલતો હતો.જેથી ઘર પાસે ગાળો બોલવાની તેને ના પાડવામાં આવતા ફરિયાદીના પુત્ર નરેશની સાથે રાહુલે ઝપાઝપી કરી હતી અને નરેશને મૂઢ માર માર્યો હતો.જેથી હાલ સંગીતાબેન સાગઠીયાની ફરિયાદ ઉપરથી એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા રાહુલ ચાવડા સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા સલમાબેન મહેબુબભાઇ બ્લોચ નામના 66 વર્ષીય વૃદ્ધા પુત્રના સાથે બાઈકના પાછળના ભાગે બેસીને બહાર જતા હતા ત્યારે મકરાણીવાસ વિસ્તાર નાની બજાર નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં તેઓને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરાવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના અમરાપર ગામે રહેતા સંદીપ બાબુભાઈ કોટડીયા નામના 25 વર્ષના યુવાનને અમરાપર ગામ નજીક બાઇક અને એસટી બસ વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી તાલુકાના માનસર ગામે રહેતા વિશાલ હિતેશભાઈ કંસારા નામના 17 વર્ષના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અહીં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના નાની વાવડી ગામે રહેતા દાનાભાઈ વશરામભાઈ ઉભડિયા નામના 66 વર્ષના વૃદ્ધ નાનીવાવડી ગામ નજીક બાઇકમાં બેસીને જતા હતા તે સમયે બાઇક પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો.જેમાં ઈજાઓ પહોંચી હોવાથી દાનાભાઈને સારવાર માટે ખસેડાયા હતા.જેથી બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એફ.આઇ.સુમરાએ તપાસ શરૂ કરી છે.






Latest News