માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુને કોઇ કારણોસર જમાઇએ માર માર્યો


SHARE











મોરબીમાં સાસુને કોઇ કારણોસર જમાઇએ માર માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા આધેડ મહિલાને તેના જમાઈ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવના મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ પાસે રહેતા અમીનાબેન સીદીકભાઈ માલાણી (50) નામના મહિલાને તેના જમાઈ મંજૂર અનવર ખોડ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. ચાવડા દ્વારા કરવામાં આવી હતી અને મહિલાને કયા કારણોસર માર માર્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા હવે આગળની તપાસ કરવામાં આવી રહી છે

મહિલાને માર માર્યો

મોરબીના વીસીપરામાં આવેલ ખાડા વિસ્તારમાં હસીનાબેન બચુભાઈ સુમરા (50) નામના મહિલાને ત્યાં ન આવવાનું કહીને અલ્તાફભાઈ અબુભાઈ જેડાએ માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના જોધપર ગામે રહેતા સોમાભાઈ કાંતિભાઈ પગી (18) નામનો યુવાન એસટી પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે ત્યાં તેને સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ નંદરામભાઇ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી

મશીનમાં હાથ આવી ગયો

મોરબી તાલુકાના ચાચાપર ગામ પાસે આવેલ શિવ પોલીપેક નામના કારખાનામાં કામગીરી દરમિયાન બુધરામ લાગુરી (31) નામનો યુવાન મશીન ઉપર કામ કરતો હતો ત્યારે મશીનમાં હાથ આવી જવાના કારણે તેને ઈજા થતા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.




Latest News