મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વ્યાજખોરોને જિલ્લો છોડી દેવાની એસપીની ચેતવણીનું સૂરસૂરિયું: મોરબીમાં યુવાન પાસેથી પાંચ વ્યાજખોર વસુલતા દૈનિક 35 હાજર વ્યાજ !


SHARE













ટાઇલ્સનું ટ્રેડિંગ કરનારાઓ સાવધાન: મોરબીમાંથી ઉઘારીમાં વેપારીઓને ટાઇલ્સ આપીને વ્યાજખોરોના ચક્રમાં ફસાયો યુવાન: પાંચ સામે ફરિયાદ

મોરબીમાં રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતાં યુવાને વેપારીઓને ઉધારીમાં માલ આપેલ હતો જેના રૂપિયા સમયસર આવેલ ન હતા અને કારખાનામાં રૂપિયા આપવાના હતા જેથી કરીને તે યુવાને વ્યાજે રૂપિયા લીધા હતા અને ધીમેધીમે કરતાં તે પાંચ વ્યાજખોરના ચુંગલમાં ફસાયો હતો અને તેની પાસેથી વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી તે યુવાન ઘર છોડીને ચાલ્યો ગયો હતો ત્યાર બાદ તેના પિતા સહિતનાઓની સામે પોલીસ સ્ટેશને આવીને તેને લાકડા જેવુ વ્યાજ વસૂલ કરતાં પાંચ વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીમાં આવેલા નાની કેનાલ પાસે અવધ-4 માં રહેતો અને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતાં ગૌરવભાઇ દલસુખભાઈ કાવર (25)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઇ બોરીચા રહે. ફડસર, મહેશભાઇ રબારી રહે. શનાળા, નરેશભાઇ ઠાકોર રહે. શનાળા, ભરતભાઇ બોરીચા રહે. મોરબી અને જયદીપભાઇ બોરીચા રહે. મીતાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તે લાલપર પાસે સીરામીક પ્લાજામાં ટાઇલ્સનુ ટ્રેડીંગનો ધંધો કરે છે અને આજથી આશરે સાડા ત્રણેક મહીના પહેલા અલગ અલગ વેપારીઓને ઉધારીમા ટાઇલ્સ આપેલ હતી અને વેપારીઓ પાસેથી સમયસર રૂપીયા આવેલ ન હતા જેથી કરીને જે કારખાનામાંથી ટાઇલ્સ લીધેલ હતી તેને રૂપિયા આપવાના હતા જેથી કરીને ફરિયાદી તેના મિત્ર સંજયભાઈ બોરીચા પાસેથી 10 લાખ રૂપિયા રોજના 11,000 ના વ્યાજ લેખે લીધા હતા અને તેની સામે અત્યાર સુધીમાં 7.70 લાખ આપી દીધેલ છે. અને આ રકમ ઉપર પેનલ્ટીના રૂપીયા પણ ફરિયાદી પાસેથી લેવામાં આવ્યા હતા. તેમજ તેની પાસેથી આઈ.ડી.બી. આઇ. બેન્કના બે સહી વાળા ચેક લેવામાં આવ્યા હતા.

ત્યાર બાદ ફરિયાદીને રૂપિયાની જરૂર પડતાં તેને તેના મિત્ર મહેશભાઈ રબારી પાસેથી 6 લાખ રૂપિયા લીધા હતા જેનું દરરોજના 6600 વ્યાજ લેખે લીધેલ હતા અને અત્યાર સુધીમાં 3.30 લાખ આપવામાં આવેલ છે તેને પણ ફરિયાદી પાસેથી આઇ.ડી.બી.આઈ. બેન્કના બે સહી વાળા ચેક લીધેલ હતા. ત્યાર બાદ મહેશભાઈ રબારીએ નરેશભાઈ ઠાકોરનો સંપર્ક કરાવેલ હતો અને તેની પાસેથી 4 લાખ રૂપિયા દરરોજના 4800 વ્યાજ લેખે લીધેલ હતા. અને અત્યાર સુધીમાં 2.40 લાખ આપી દીધેલ છે. આ શખ્સે પણ ફરિયાદી પાસેથી આઈ.ડી.બી.આઈ. બેન્કનો એક સહી વાળો ચેક લીધેલ છે. અને ફરિયાદી પાસેથી તેને 8 લાખ રૂપીયા આપવામાં આવેલ છે. તેવુ નોટરી લખાણ લેવામાં આવ્યું હતું. અને દોઢ મહીના પહેલા ફરિયાદી તેના મિત્ર ભરતભાઇ બોરીચા પાસેથી 5 લાખ દરરોજના 6500 વ્યાજ લેખે લીધેલ હતા જેની સામે અત્યાર સુધીમાં 1.95 લાખ ચૂકવી આપેલ છે. ત્યાર બાદ ભારત ભાઈ પાસેથી 8 લાખ રૂપિયા દરરોજના 10400 વ્યાજ લેખે લીધેલ હતા ત્યારે 10 દિવસનું વ્યાજ કરીને 6.96 લાખ આપેલ હતા અને આ રકમની સામે 2.60 ચૂકવી આપેલ છે. તેમજ પેનલ્ટીના રૂપીયા પણ તેની પાસેથી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં આઈ.ડી.બી.આઇ. બેન્કના ચાર સહી વાળા ચેક તેની પાસેથી લીધા હતા.

ફરિયાદી એક મહીના પહેલા તેના મિત્રના મિત્ર જયદીપભાઈ બોરીચા પાસેથી 3 લાખ દરરોજના 3000 વ્યાજ લેખે લીધેલ હતા જેની સામે 80000 આપી દીધેલ છે. અને તેની પાસેથી કોટક મહિન્દ્રા બેંકના બે સહી વાળા ચેક મારી પાસેથી લીધેલ હતા. તેમજ તેની પાસેથી રૂપીયા છ લાખ આપેલ છે તેવુ નોટરી લખાણ કરાવ્યુ હતું. અને આ શખ્સો વ્યાજે આપેલ રૂપિયા માટે અવાર નવાર ફોન કરી તેમજ જ્યાં ભેગા થાય ત્યાં ઉઘરાણી કરતાં હતા અને ગાળો આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી આ યુવાન ઘર છોડીને ચાલ્યો હતો અને ત્યાર બાદ તેના પિતા સહિતનાઓની સામે એ ડિવિઝને પોલીસ સ્ટેશને આવીને પાંચ વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News