મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

જુગારની મોસમ પુર બહારમાં : મોરબી અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડમાં 13 પકડાયા


SHARE





























જુગારની મોસમ પુર બહારમાં : મોરબી અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડમાં 13 પકડાયા


મોરબીના વૃષભનગર અને વીસીપરા તેમજ વાંકાનેરના શક્તિપરામાં જુગારની કુલ ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને 13 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 47,810 ની રોકડ કબજે કરી હતી.

મોરબીમાં હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ વૃષભનગરમાં શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અગ્નેશભાઈ રમેશભાઈ પટેલ (30), સમીરભાઈ ઝાલાભાઇ ભરવાડ (30), ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (47), હરેશભાઈ નટુભાઈ પટેલ (40), પ્રફુલભાઈ અવચરભાઈ કોળી (45) અને રાજેશભાઈ સુખરામભાઇ પ્રજાપતિ (30) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 32,000 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ પ્રજાપત કારખાના પાસે કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં જુગાર રમતા જાવીદભાઈ સલેમાનભાઈ સુમરા (60), મહેબૂબભાઈ કરીમભાઇ જુણેજા (62) અને જાદવજીભાઈ શંકરભાઈ તરવાડીયા (41) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 4,910 રૂપિયાની રોકડ કબજે કરી હતી

વાંકાનેરના શક્તિપરા રેલવે સ્ટેશનની પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જીતેન્દ્રભાઈ જેમલભાઈ કુંભારીયા (35), રમજાનભાઈ ઇબ્રાહીમભાઇ ચાવડા (43), વાઘજીભાઈ લખાભાઇ મકવાણા (55) અને લક્ષ્મણભાઈ દાનાભાઈ નગવાડીયા (52) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 10,900 રૂપિયાની રોકડ કબજે કરી હતી.
















Latest News